________________
ઉદ્યોત ર-૨૭ ] વ્યંગ્યાલકાર પ્રધાન હોય ત્યાં જ ધ્વનિ [ ૧૨૫
“એને લક્ષ્મી તો મળી ગઈ છે, પછી એ શા માટે મને ફરી વલોવવાનું કષ્ટ ઉઠાવે? એના મનમાં આળસ તો છે નહિ, એટલે એ પાછો પહેલાંની માફક નિદ્રામાં પડે એ પણ મને સંભવ લાગતું નથી; બધા દ્વીપના સ્વામી એની પાછળ પાછળ આવે છે, એટલે એ ફરીથી સેતુ શા માટે બાંધે?”
– આપને નજીક આવેલા જોઈને સમુદ્ર કંપી ઊઠ્યો છે અને ઉપર પ્રમાણે તકવિતર્ક કરે છે.”
આ લેકમાં ચંદ્રોદય તથા સૈનિકના સ્નાનને કારણે સમુદ્રમાં જે ક્ષોભ પેદા થયો છે, તે જાણે મોટી સેના લઈને આવેલા રાજાને જોઈને ડરી ગયેલા સમુદ્રને વ્યાપેલી ધ્રુજારી છે, એવી અહીં ઉપેક્ષા છે અને ડરી ગયેલા સમુદ્ર જાતજાતના તર્કવિતર્ક કરે છે તેમાં સસંદેહ અલંકાર રહેલો છે. એ બંનેનો અંગાંગી સંબંધ છે. આમ, અહીં વાયાલંકારરૂપે સસંદેહ અને ઉલ્લાનો સંકર છે. અને એમાંથી “રાજા વિષ્ણુરૂપ છે” એ વ્ય ગ્યાર્થ નીકળે છે, એટલે અહીં રૂપક એ વ્યંગ્યાલંકાર છે. એ પ્રધાન છે એટલે આ શ્લેકને સંલક્ષ્યક્રમવ્યંગ્ય કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ અલંકારથી અલંકારવ્યંગ્ય રૂપકધ્વનિનું ઉદાહરણ કહેવું જોઈએ.
એવું જ બીજું ઉદાહરણ મારા પિતાના લેકનું --
હે ચંચલ અને દીર્ઘ નેત્રોવાળી, લાવણ્ય અને કાંતિથી. દિશાઓને ભરી દેનાર તારું મુખ અત્યારે મંદ મંદ મિત કરી રહ્યું છે, છતાં સાગરમાં લગારે ક્ષોભ પેદા થતું નથી, એટલે હું એમ માનું છું કે એ કેવળ જલન રાશિ છે એ સ્પષ્ટ છે.”
આ શ્લેકમાં “જલરાશિ' શબ્દ શ્લેષયુક્ત છે. એને એક અર્થ જલરાશિ” અને બીજો “જડ” એટલે કે “ જાડચ રાશિ” “જડતાનો રાશિ” એવો થાય છે એટલે વાગ્યાલંકાર શ્લેવ છે. પણ એ પોતે બંજક નથી. નાયિકાના મુખ પર ચંદ્રત્વનો આરોપ થયો છે તે અર્થસક્તિથી થયો છે અને એટલે એ વ્યંગ્યાલંકાર રૂ૫કને દાખલે છે. આમ, અહીં કવિનિબદ્ધ- - પાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ વસ્તુમાત્રથી અલંકારવ્યંગ્ય સ્પર્ધ્વનિને દાખલ થયે.. અને તેથી વૃત્તિમાં કહ્યું છે કે