________________
ઉદ્યોત ૨-૨૩ ] વ્યંગ્યાથ શબદથી કહેવાતાં ધ્વનિ ન રહે [૧૧૭
શબ્દશક્તિ દ્વારા, અર્થશક્તિ દ્વારા કે શબ્દાર્થ શક્તિ દ્વારા વ્યંજિત થતો અર્થ પણ કવિ જ્યાં પોતાની ઉક્તિથી પ્રગટ કરી દેતા હોય છે ત્યાં આ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિથી જુદો જ અલંકાર હોય છે. અથવા અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ સંભવતે હોય તો તેને એ તે એટલે કે જે તે અલંકાર ગણાય.
લોચનકાર આની સમજૂતી એવી આપે છે કે શબ્દ, અર્થ કે શબ્દાર્થ 'ઉભયની શક્તિથી વ્યંજિત થતો અર્થ પણ, જો કવિ પોતાના શબ્દથી કહી દે, તો ત્યાં વનિ ન રહે પણ શ્લેષાદિ અલંકાર જ થાય. અથવા એને ઠેકાણે અસંલક્ષ્યક્રમ રસાદિ કવનિ હોય તો તે અલંકાર્ય હોય છે અને જે વ્યંગ્યાથે આવે છે. તે તેને અલંકાર હોય છે. પણ તે વાગ્યાલંકાર કરતાં જુદે હોય છે. કારણું, વ્યંગ્ય હોઈ એમાં ચમત્કાર વધુ હોય છે.
એમાંથી શક્શક્તિમૂલ વ્યંગ્ય શબ્દોથી કહેવાતાં વ્યંગ્ય ન રહ્યાનું ઉદાહરણ – वत्से मा गा विषादं, श्वसनगुरुजवं संत्यजोर्वप्रवृत्तम् कम्पः को वा गुरुस्ते, भवतु बलभिदा जम्भितेनात्र याहि । प्रत्याख्यानं सुगणा मिति भयशमनच्छद्मना कारयित्वा, यस्मै लक्ष्मीमदाद वः स दहतु दुरितं मन्थमूढां पयोधिः ॥
પ્રસંગ એવો છે કે સમુદ્રમંથન વખતે લક્ષ્મી જ્યારે સમુદ્રમાંથી નીકળી ત્યારે તે મથાતા સમુદ્રનાં ભયંકર મોજાંઓ જેઈને ખૂબ ગભરાઈ ગયેલી હતી. તેને ધીરજ આપવા માટે સમુદ્ર પોતે તેને આ વચનો કહે છે, પણ તે એવાં દ્વિઅર્થ છે કે લક્ષ્મીએ બધા દેવોમાંથી કોને વરવું તેનું સૂચન પણ એમાં આવી જાય છે. ( [ સમુદ્ર કહે છે: “બેટા, તું વિષાદ ન પામીશ (બીજો અર્થ તું વિષ ખાનાર શિવને ન જઈશ), ઉપર ચડતા વેગીલા શ્વાસ લેવાનું છોડી દે (ઉદર્વગતિ અગ્નિને અને અત્યંત વેગી એવા વાયુને છોડી દે), તું આટલી બધી કંપે છે શા માટે ( = બ્રહ્મા અને વ: વરુણ તે તારા ગુરુજન છે, કારણુ, બ્રહ્મા તે પિતામહ કહેવાય જ છે અને લક્ષમી પાણીમાંથી નીકળી છે એટલે જલદેવતા વરુણ એના પિતા થાય)? બળને ભેદી