________________
ઉદ્યોત ૨-૨ ]
અત્યંતતિરસ્કૃતવાનાં ઉદાહરણ [ ૬૩ ગુણે સહુદ વડે સ્વીકારાય છે ત્યારે જ ખરેખર ગુણ બને છે. જ્યારે રવિકિરણો અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ કમળ બને છે.”
અહીં બીજે “કમળશબ્દ અર્થાતરસંક્રમિત વાગ્યનું ઉદાહરણ છે.
કમળ કમળ બને છે” એમ કહેવાનો કશો અર્થ નથી એટલે એનો મુખ્યાર્થી બાધિત થાય છે અને પછી લક્ષણાથી “ વ્યંગ્યગુણવિશિષ્ટ કમલ” એવો અર્થ થાય છે અને તેનું પ્રયોજન લક્ષ્મી કહેતાં શોભા, સૌરભ અને પૂર્ણ વિકાસ વગેરે સેંકડે ગુણોનું સૂચન કરવાનું છે. આમ, એ અર્થાતરસંક્રમિતવાએ ધ્વનિનું ઉદાહરણ બને છે. અત્યંતતિરસ્કૃતવાનાં ઉદાહરણ
અત્યંતતિરસ્કૃતવાચ્યનું ઉદાહરણ વાલ્મીકિને નીચે શ્લોક છે :
જેની બધી શભા સૂર્યમાં ચાલી ગઈ છે, અને જેનું બિંબ હિમથી ઘેરાયેલું છે એ નિઃશ્વાસથી અંધ થયેલા આરસા જે ચંદ્ર પ્રકાશ નથી.”
અહીં “અંધ” શબ્દ અત્યંતતિરસ્કૃતવાસ્યનું ઉદાહરણ છે.
“અંધ એટલે જેની આંખ ફૂટી ગઈ છે, જે દેખી નથી શકતા એ; પણ આરસાને કંઈ અખ હેતી નથી એટલે તેને “અંધ” કહી ન શકાય. આમ, મુખ્યા બાધિત થતાં તેનો બિલકુલ ત્યાગ કરી લક્ષણથી જેમ આંધળો કશું જોઈ શકતો નથી તેમ “કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ ન પાડી શકે એવો” અર્થ લેવામાં આવે છે અને તેનું પ્રયોજન ઝાંખાપણું, અસુંદરતા વગેરે અનેક ગુણે વ્યક્ત કરવાનું છે. આમ, અહી મુખ્યાર્થીને તદ્દન છોડી દેવા પડે છે, માટે એ અત્યંતતિરસ્કૃતવાય વનિનું ઉદાહરણ છે.
એવું જ બીજુ ઉદાહરણ
મદમાતાં વાદળવાળું આકાશ, વર્ષાની ધારાઓથી ડોલતાં અર્જુનનાં વન, અને નિરહંકાર ચંદ્રવાળી રાત્રિ પણ ચિત્ત હરી લે છે.”