________________
ઉદ્યોત -૧૬ ] અપૃથગ્યત્નનિર્વત્ય અલકારને જ ધ્વનિમાં સ્થાન [ ૮૯ તેની આગળ દેડતા આવી આવીને પડે છે. જેમ કે “કાદંબરી” ગ્રંથમાં કાદંબરીદર્શનના પ્રસંગે અથવા જેમ કે “સેતુબંધ” મહાકાવ્યમાં માયારામનું કપાયેલું માથું જેઈને વિહલ થઈ ગયેલ સીતાદેવીના વર્ણનમાં અને આમ બને એ બિલકુલ સ્વાભાવિક જ છે. કારણ કે રસનું અવગમન વિશેષ વાચ્યાર્થી દ્વારા જ કરાવવાનું હોય છે. રૂપકાદિ અલંકારો પણ વાચ્યવિશેષનું પ્રતિપાદન કરનાર શબ્દ વડે નિરૂપાયેલા રસને પ્રગટ કરનાર વાચ્યવિશેષ જ છે. એટલે રસની અભિવ્યક્તિમાં તેઓ બહિરંગ–બહારના છે એમ કહેવાય જ નહિ. પણ યમકાદિ દુષ્કર અલંકારોની બાબતમાં તે તેઓ બહારના છે એમ જ કહેવું પડે. જે કેટલાક યમકાદિ અલંકારો રસવાળા જોવામાં આવે છે ત્યાં રસાદિ ગૌણ હોય છે, યમકાદિ જ પ્રધાન હોય છે. રસાભાસમાં તે યમકાદિને અંગ માનવામાં વાંધો નથી. પણ જ્યાં રસ પ્રધાનરૂપે વ્યંજિત થતો હોય ત્યાં યમકાદિ રસનાં અંગ ન ગણાય, કારણ, એમને માટે જુદે પ્રયત્ન કરવો પડ્યો હોય છે.
એ જ અર્થના સંગ્રહ લોકે –
મહાકવિના એક જ પ્રયત્નથી કેટલીક રસયુક્ત વસ્તુઓ અલંકાર સાથે રચાઈ જાય છે.
પણ યમકાદિની યોજના માટે તે તેણે જુદો પ્રયત્ન કરે પડે છે. આથી કવિ શક્તિશાળી હોય તોયે યમકાદિ અલંકાર રસનું અંગ બની શકતા નથી.
તેમ છતાં રસાભાસમાં યમકાદિને અંગ માનવામાં વાંધે નથી. પણ જ્યાં વનિના આત્મારૂપે શૃંગાર હોય છે ત્યાં યમકાદિ અંગ બની શકતા નથી.”
અંગી શૃંગારના નિરૂપણમાં યમકાદિ અલંકારોના સ્થાન વિશે અત્યાર સુધીમાં એટલું કહેવાયું કે (૧) શૃંગારના કોઈ પણ પ્રકારમાં યમક અભિ- વ્યંજક થતો નથી. (૨) શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભમાં યમકની