________________
હત ૨-૧૮, ૧૯ ] .
અલંકાયેજનાની છ શરતે [ ૯૫ જરૂર થઈ શકે. ત્યારે સિદ્ધાંતી જવાબમાં કહે છે કે એકવાક્યાશ્રય હોય ત્યાં પણ સંકરાલંકારની કલ્પના કરશો તો પછી સંસૃષ્ટિ માટે અવકાશ જ નહિ રહે. કારણ, જ્યાં જ્યાં એક વાક્યમાં એકથી વધુ અલંકારો ભેગા થયા હશે ત્યાં બધે જ સંકરાલંકાર માનવો પડશે. અને એ યોગ્ય નથી. માટે અહીં સંસૃષ્ટિ જ માનવી જોઈએ.
અહીં પ્રતિપક્ષી એમ કહી શકે કે આ શ્લોકમાં એકવાચકાનપ્રવેશ સંકર ભલે ન હોય પણ સંકરનો જે બીજો પ્રકાર અનુગ્રાહ્ય–અનુગ્રાહકભાવ ઉપર આધારિત છે તે અહીં છે એમ કહેવામાં શે વધે ? કારણ,
. એ લોકમાં વ્યતિરેક અલંકાર છે તે ઉપમાગર્ભ છે, અને લેપમાને કારણે અહીં વ્યતિરેક અલંકાર થયે છે. એટલે આ ઉદાહરણમાં કલેષ વ્યતિરેકને અનુગ્રાહક છે, અને વ્યતિરેક અનુગ્રાહ્ય છે. એટલે અહીં સંકરાલંકાર જ છે, સંસૃષ્ટિ નથી.
વળી, સંસૃષ્ટિનું ક્ષેત્ર જ નહિ રહે એવો જે વધે તમે લીધો હતો તે પણ નહિ રહે. કારણ, સંસૃષ્ટિ તે જ્યાં અનુગ્રાહ્ય–અનુગ્રાહકભાવ ન હોય એવાં સ્થાનમાં હોઈ શકે છે. એના જવાબમાં સિદ્ધાંતી વૃત્તિમાં આગળ કહે છે કે –
તમારી આ દલીલ બરાબર નથી, કારણ, વ્યતિરેક તે બીજી રીતે સિદ્ધ થતો જોવા મળે છે.
એ વાક્યને સમજાવતાં લોચનકાર કહે છે કે પ્રતિપક્ષીનું કહેવું એમ છે કે શ્લેષને કારણે ઉપમા આવે છે, અને એ ઉપમાને જોરે વ્યતિરેક અતિત્વમાં આવે છે, માટે અહીં અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ છે. પણ વ્યતિરેક અલંકાર તો એવે સ્થાને પણ હોય છે જ્યાં ઉપમા વાચ્ય હોતી જ નથી.
જેમ કે –
“અખિલ વિશ્વને પ્રકાશિત કરનારી સૂર્યદેવની દીપ્તિરૂપ બત્તી, જે કલ્પાંત સમયના પર્વતને પણ તોડીફાડી નાખનાર નિષ્ફર વેગથી વહેતા પવનથી પણ બુઝાઈ જતી નથી, જે દિવસે પણ અત્યંત ઉજજવળ પ્રકાશ આપે છે, જે અંધકારરૂપી