________________
૧૧૦ ] શબ્દશક્તિમૂલ વિધાલંકારવનિ
[ વન્યાલક ઉપર બતાવેલા ઉપમાલંકાર સિવાયના જે અલંકારો શબ્દશક્તિામૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિમાં સ્થાન પામી શકે છે તેની વાત હવે શરૂ કરે છે, કહે છે – શબ્દશક્તિમૂલ વિધાલંકારશ્વનિ
શબ્દશકિતમૂલ સંલક્ષ્યક્રમધ્વનિમાં આ (ઉપમા) સિવાય પણ બીજા અલંકારે જરૂર સંભવે છે. દા. ત., વિધાલંકાર પણ શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમરૂપે જોવા મળે છે. જેમ કે બાણ ભટ્ટના સ્થાવીશ્વર પ્રદેશના વર્ણનમાં –
“જ્યાં સ્ત્રીઓ માતંગગામિની (ચાંડાલને સેવનારી, બીજો અર્થ, ગજગામિની) અને શીલવતી, ગૌરી (ગૌરવર્ણની; બીજો અર્થ, પાર્વતી) અને વિભવરત (વૈભવમાં રચીપચી; બીજો અર્થ, ભવ કહેતાં શિવ, અને વિભવ એટલે શિવ સિવાયના સાથે રમણ કરનારી), શ્યામા (તરુણ; બીજો અર્થ, શ્યામવર્ણની) અને પદ્મરાગિણ (પદ્રકાંત મણિના અલંકાર સજેલી; બીજો અર્થ, પદ્યના જેવી લાલીવાળી), નિર્મળ બ્રાહ્મણના જેવા પવિત્ર વદનવાળી (બીજો અર્થ, સફેદ દાંતવાળા સ્વચ્છ મુખવાળી) અને મદિરાગંધયુક્ત શ્વાસવાળી છે.”
આમાં લેપને કારણે જે બે અર્થે પ્રાપ્ત થાય છે, તેમાંનો એક વિરોધની પ્રતીતિ કરાવે છે, જ્યારે બીજો અર્થ લેતાં વિરોધ પ્રતીત થતો નથી. દા. ત., વાક્યના પહેલા ખંડમાં સ્ત્રીઓને માતંગગામિની અને શીલવતી કહી છે. અહીં જે આપણે “માતંગગામિની અને અર્થ “ચાંડાળને સેવનારી” એ કરીએ તો એવી સ્ત્રી શીલવતી શી રીતે કહેવાય. એ વિરોધ પ્રતીત થાય છે, પણ જે “માતંગગામિની”ને અર્થ 'ગજગામિની = હાથીના જેવી ચાલવાળી” એવો કરીએ તો વિરોધ રહેતો નથી. આ ઉદાહરણ વિશે વૃત્તિમાં કહે છે કે –
અહીં વાચ્ય અલંકાર વિરોધ છે અથવા તેના સૌંદર્યને પિોષનાર શ્લેષ છે, એમ કહી શકાય એમ નથી, કારણ, અહીં વિરોધાલંકાર સાક્ષાત શબ્દ મારફતે કહેલું નથી. પણ જ્યાં