________________
ઉદ્યોત રરર ]
અર્થાશક્તિમૂલ સંસ્યકમ ધ્વનિ [ ૧૧૩ પોતે સમજી લેવા. અહીં ગ્રંથવિસ્તારના ભયથી તેમને વિસ્તાર કરવામાં આવ્યો નથી. અર્થશક્તિમૂલ સંસ્યક્રમ વિનિ
આમ, શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું નિરૂપણ પૂરું કર્યા પછી હવે, અર્થશક્તિ મૂલ સંલક્ષ્યમધ્વનિનું નિરૂપણ શરૂ કરે છે.
૨૨ અર્થ શક્તિમૂલ એ સંલક્ષ્યક્રમવનિનો જે બીજે પ્રકાર છે, તેમાં પ્રગટ થતા વાયાર્થ પિતે જ, તાત્પર્ય દ્વારા એટલે કે વ્યંજના દ્વારા, શબ્દથી કહેવાયો ન હોય તોયે, એક બીજા અર્થને બોધ કરાવે છે. વૃત્તિમાં એને સમજાવતાં કહે છે કે –
જ્યાં અર્થ એટલે કે વાચ્યાર્થ, શબ્દવ્યાપાર એટલે કે અભિધાશક્તિની મદદ વગર જ, પિતાની શક્તિથી બીજા અને અભિવ્યક્ત કરે છે તે અર્થ શક્તિમૂલ નામને સંલક્ષ્યમવ્યંગ્ય દવનિને બીજો પ્રકાર ગણાય છે. જેમ કે –
દેવર્ષિ વદતાં એવું પિતા પાસે અધમુખે,
લીલાકમલપત્રોને પાર્વતી ગણતી હતી. [ જ્યારે દેવર્ષિ આ પ્રમાણે કહેતા હતા ત્યારે પિતા પાસે ઊભેલી પાર્વતી નીચું જોઈને લીલાકમલની પાંદડીઓ ગણવા લાગી.]
અહી લીલાકમલની પાંદડીને ગણવારૂપ ક્રિયા પિતાને ગૌણ બનાવી દઈને શબ્દવ્યાપાર વિના જ લજજા નામે વ્યભિચારી ભાવરૂપ બીજા અર્થને પ્રગટ કરે છે.
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવી શકે કે પહેલાં, ૩ જી કારિકામાં, તમે વ્યભિચારી ભાવોને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિમાં ગણાવ્યા છે અને અહીં આ વ્યભિચારી ભાવને સંલક્ષ્યમવ્યંગ્ય કહે છે, એમાં વિરોધ નથી ? તે એના જવાબરૂપે વૃત્તિમાં કહે છે કે – રસ. ૮