________________
ઉદ્યોત ર-૨૧ ]
શબ્દશક્તિસૂલ વિધાલકાર ધ્વનિ [ ૧૧૧ વિરોધાલંકાર સાક્ષાત્ શબ્દ મારફતે વ્યક્ત કરેલ હોય ત્યાં જે લેષ પણ હેય, તો ત્યાં વાચ્ય અલંકાર વિરોધ પણ કહી શકાય અથવા કલેષ પણ કહી શકાય. જેમ કે ત્યાં જ એટલે કે “હર્ષચરિત”માં –
“વિરોધી પદાર્થોના સમવાયરૂપ હતું. જેમ કે, બાલાજકારવાળી (૧. બહુ ગાઢ નહિ એવા અંધકારવાળી; ૨. વાળરૂપી અંધકારવાળી એટલે કે અંધકાર જેવા કાળા વાળવાળી) છતાં સૂર્યની મૂર્તિરૂપ (બીજો અર્થ તેજસ્વી)” વગેરેમાં.
અહીં “વિરોધી પદાર્થોને સમવાય' કહીને વિરોધ કહી દીધું છે; વળી, “છતાં” શબ્દ પણ વિરોધવાચક છે, એટલે અહીં વાચ્ય અલંકાર વિરોધ પણ કહી શકાય અથવા શ્લેષ પણ કહી શકાય. અહીં વિરોધ અને શ્લેષનો સંકર છે. અહીં શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
સાક્ષાત ભાવે શબ્દ દ્વારા કહેવાયા વગર વિધાલંકારની પ્રતીતિ શબ્દશક્તિમૂલ ઇવનિરૂપે શી રીતે થઈ શકે તેનું ઉદાહરણ આપે છે –
અથવા મારે જ આ શ્લોક –
વૈવાતUામ, અધીરાણી furi, SUામૂા. चतुरात्मानं निष्क्रिय, अरिमथनं नमत चक्रधरम् ॥
[ સહુના શરણરૂપ અક્ષયને (અવિનશ્વરને), બુદ્ધિના સ્વામી સર્વેશ્વરને, હરિને, કૃષ્ણને, ચતુર આત્માવાળા નિષ્કિયને, દુશ્મનોને નાશ કરનાર ચક્રધારીને નમન કરે.].
મૂળમાં વાપરેલા શ્લિષ્ટ શબ્દોને કારણે આ શ્લોકમાં નીચે પ્રમાણે વિરોધ પ્રતીત થાય છે. સર્વના શરણરૂપ છે પણ પોતે અક્ષય એટલે ઘર વગરના છે, પોતે અધીશ એટલે બુદ્ધિના સ્વામી ન હોવા છતાં બુદ્ધિના સ્વામી છે, હરિ એટલે લીલા છે, છતાં કૃષ્ણ એટલે કાળા છે, ચતુર કહેતાં પરાક્રમયુક્ત છતાં નિષ્ક્રિય છે. અરિ કહેતાં ચક્રના આરાનો નાશ કરનાર છતાં ચક્રને ધારણ કરનાર છે. આ વિરોધ શબ્દમાં કહેલો નથી. વ્યંગ્ય છે માટે વૃત્તિમાં કહ્યું છે કે