________________
૧૦૨ ] શલેષાલંકાર અને શબ્દશક્તિમૂલ ઇવનિને ભેદ [ ધ્વન્યાલોક અને વિરોધની એક સાથે પ્રતીતિ થાય છે. વળી, વિસ્મય પણ શબ્દવાચ છે. એટલે આ બ્લેકમાંના બંને અલંકાર શ્લેષ અને વિરોધ તેમ જ એમાં નિરૂપાયેલો શૃંગારને વ્યભિચારી ભાવ વિસ્મય ત્રણેય સાક્ષાત ભાવે વાયરૂપે એટલે કે અભિધાશક્તિ દ્વારા પ્રગટ થયા છે. એટલે અહીં શ્લેષાલંકાર જ છે અને તે વિરોધની છાયાને એટલે કે ચારુતાનો પરિપષ કરે છે. આ બધું અભિધાશક્તિ દ્વારા જ સિદ્ધ થતું હોઈ અહીં શબ્દશક્તિમૂલવનિને અવકાશ નથી. જ્યાં બીજા અલંકારની પ્રતીતિ અભિધા સિવાયની શક્તિ વ્યંજના દ્વારા થતી હોય ત્યાં જ શબદશક્તિમૂલ ધ્વનિ ગણાય. એટલે વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં શંગારનો વ્યભિચારી વિસ્મય નામને ભાવ અને વિરોધાલંકાર સાક્ષાત્ ભાવે પ્રગટ થયા છે; તેથી એ વિરોધાલંકારનો પરિપષ કરનાર લેષને દાખલો છે, પણ અનુરણનાત્મક ધ્વનિને દાખલો નથી. પરંતુ વાય કલેષ અથવા વિરોધ અલંકાર દ્વારા વ્યંજિત થતા અસંલક્ષ્યકમવ્યંગ્યનો તે એ દાખલો છે જ.
આ છેલા વાક્યને અર્થ સ્પષ્ટ કરતાં લોચનકાર કહે છે કે પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે તારા વિનારિ રેશ્લેકમાં વિરોધને પરિપષ શ્લેષ કરે છે. એનો અર્થ એ થયો કે એ દાખલામાં અનુગ્રાહ્યઅનુગ્રાહકભાવવાળો સંકરાલંકાર છે, અને તેથી ત્યાં અસંલક્ષ્યક્રમ વનિ થાય છે, એમ કહેવું જોઈએ. આનંદવર્ધન એ વાત સ્વીકારે છે અને કહે છે કે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં વ્યંજનાને વિષય સાક્ષાત ભાવે વાચ્ય શ્લેષ કે વિરોધ દ્વારા પ્રગટ થઈ શકે છે. અને હવે વ્યતિરેકની શોભા વધારનાર શ્લેષ વાગ્યરૂપે પ્રગટ થયા છતાં અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું ઉદાહરણ બની શકે છે, તે ઉદાહરણો આપીને બતાવે છે.
જેમ કે મારે (એટલે કે આનંદવર્ધનને) જ કલેક
“હાથમાં સુદર્શન ધારણ કરતા અથવા સુંદર દેખાતા હાથવાળા, લલિત ચરણારવિંદ દ્વારા ત્રણે લોકોને વ્યાપી લેનાર, પિતાના ચક્ષુરૂપે ચંદ્રને ધારણ કરનાર હરિ, આ દેહ જેને સુંદર છે, જેણે પિતાનાં સર્વ અંગોની શોભાથી ત્રણે લોકને.