________________
૧૦૬ ] શ્લેષાલંકાર અને શબ્દશક્તિમૂલ દવનિને ભેદ [વન્યાલોક
se૨ા શેરાવ ઘરાવતા ચિત્ર મા, तेनैव स्खलितास्मि नाथ पतितां किन्नाम नालम्बसे। एकस्त्वं विषमेषु खिन्नमनसां सर्वाबलानां गति
गर्गोप्यैवं गदितः सलेशमवता गोष्ठे हरिवश्चिरम् ।। [“હે કેશવ, ગાયે એ ઉડાડેલી ધૂળથી દષ્ટિ હરાઈ ગઈ હોવાથી હું કશું જઈ ન શકી, તેથી હું પડી ગઈ છું. હે નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી? ખાડાખયાવાળા રસ્તા પર જેઓ હિંમત હારી બેઠી છે એવી બધી અબળાઓની તમે જ એક માત્ર ગતિ છે”—ગોશાળમાં ગોપી વડે આ રીતે સૂચક શબ્દોથી સંબોધાયેલા કૃણ તમારું સદા રક્ષણ કરે.]
આ શ્લેકમાં “સૂચક શબ્દોથી' એમ ન કહ્યું હેત તો “કેશવગોપરાગતયા ', “પતિતા” વગેરે શબ્દોના એકથી વધુ અર્થો થઈ શકે એમ હોવા છતાં, સંદર્ભને કારણે ઉપરના એક અર્થમાં જ એની અભિધા નિયંત્રિત થાત. પરંતુ “ફ” શબ્દ વપરાવાને કારણે એ નિયંત્રણ નકામું થઈ ગયું છે અને અભિધા ફરી પુનર્જીવિત થઈ બીજા અર્થને પણ બોધ કરાવે છે. એ અર્થ આ પ્રમાણે છે –
“હે કેશવ, હે સ્વામી (ગેપ ), તમારા પ્રત્યેના રાગ કહેતાં પ્રેમમાં . આંધળી થઈને મેં કશું જોયું કર્યું નહિ. તેથી જ મારું ખલન થયું છે (હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ છું). હે નાથ, મારા પ્રત્યે પતિભાવ કેમ ધારણ કરતા નથી ? (મારી સાથે પતિ જેવો વ્યવહાર કેમ રાખતા નથી ?) કામબાણથી વીંધાયેલી બધી અબલાઓની એકમાત્ર ગતિ (ઈર્ષારહિત તૃપ્તિસાધન) તમે જ છો'–આ રીતે ગોશાળામાં ગોપી વડે સૂચક શબ્દથી સંબોધાયેલા કૃષ્ણ સદા તમારું રક્ષણ કરો.”
આમ અહીં બંને અર્થો વાયરૂપે જ પ્રતીત થાય છે એટલે અહીં શ્લેષાલંકાર જ છે. શબ્દશક્તિમૂલ વનિ નથી. અને માટે જ વૃત્તિમાં કહ્યું છે કે –
આવાં બધાં ઉદાહરણે ભલે વાચ્ય લેષાલંકારનાં ઉદાહરણ ગણાય. પરંતુ જ્યાં શબ્દની વ્યંજનાશક્તિથી બીજે અલંકાર પ્રગટ થતું હોય ત્યાં બધે જ ધ્વનિ છે એમ માનવું. જેમ કે –.