________________
હવત ૨-૨ ] ગ્લેષાલકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેટ [ ૧૦૧
કામદેવને નાશ કરનાર, પુરાણ કાળમાં ત્રિપુરદહન સમયે બલિને જીતનાર વિષ્ણુના શરીરને અસ્ત્રમાં પલટી નાખનાર, મહા ભયાનક ભુજંગોને હાર અને કંકણરૂપે અને જટામાં ગંગાને ધારણ કરનાર, જેની દે “ચંદ્રમૌલિહર” કહીને સ્તુતિ કરે છે એવા અંધકાસુરને વિનાશ કરનાર ઉમાપતિ શંકર તમારું રક્ષણ કરો.”
આ બંને અર્થે અભિધાશક્તિથી પ્રગટ થાય છે અને વસ્તુમાત્રરૂ૫ છે, એટલે અહીં શ્લેષાલંકાર છે, શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
અહીં પ્રતિપક્ષી એ વાંધો ઉઠાવે છે કે ભટ્ટોદ્ભટ્ટે કહ્યું છે કે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય તે તેને લેવાલંકાર જ કહે. એટલે શબ્દશક્તિમૂલ વિનિને ફરી અવકાશ રહેતો નથી. એના જવાબમાં કહે છે કે આ વાંધો ઉઠાવવામાં આવશે એમ માનીને જ અમે કારિકામાં “આક્ષિત” શબ્દ વાપરે છે. એને અર્થ એ છે કે જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાગ્યરૂપે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય તે બધું
શ્લેષનું ક્ષેત્ર ગણાય. પણ જ્યાં શબ્દશક્તિને જોરે વાચ્યાર્થથી ‘ભિન્ન એવા વ્યંગ્યરૂપે જ બીજા અલંકારની પ્રતીતિ થતી હોય ત્યાં ધ્વનિનું ક્ષેત્ર ગણાય.
શબ્દશક્તિથી સાક્ષાત્ એટલે કે વાયરૂપે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય એનું ઉદાહરણ –
तस्या विनापि हारेण निसर्गादेव हारिणौ ।
जनयामासतुः कस्य विस्मयं न पयोधरौ ॥ [ હાર વગર પણ સ્વાભાવિક રીતે જ મનહર એવા તેના સ્તન કેના મનમાં વિસ્મય નથી જગાડતા?]
આ લેમાં રળી શબ્દ ષયુક્ત છે. એના બે અર્થ થાય છે ? ૧. હારવાળા અને ૨. મન હરી લેનારા. એટલે અહીં શ્લેષાલંકાર છે. વળી, વિનાશિ માંને મણિ (પણ) શબ્દ વિરોધ દર્શાવે છે. અને એ શબ્દને કારણે જ ફળિ પાબ્દના બે અર્થ થાય છે. એ શબ્દને કારણે જ વિસ્મય