________________
ઉદ્યોત ર-૨૧ ] પાલંકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેદ [ ૧૦૩
જીતી લીધા છે, જેનું આખું મુખ ચંદ્ર જેવું છે એવી રુકિમણીને પિતાના શરીર કરતાં ચડિયાતી માને એ યોગ્ય જ છે. એ રુકિમણી તમારું રક્ષણ કરે.”
આ શ્લેકમાં “સુદર્શનકર' શબ્દ શ્લેષયુક્ત છે, કારણ, એના “સુદર્શનચક્ર ધારણ કરનાર” અને “જેના હાથ સુંદર છે, એવો” એમ બે અર્થો થાય છે. એમાંને બીજો અર્થ વ્યતિરેકને બંધ કરાવે છે. એનો અર્થ એ થાય છે કે કૃષ્ણના તે માત્ર હાથ જ સુંદર છે, પણ રુકિમણીનું તો આખું શરીર સુંદર છે. અને એ રીતે કૃષ્ણનાં અને રુકિમણીનાં બધાં વિશેષણ વ્યતિરેક વ્યક્ત કરે છે. જેમ કે કૃષ્ણ તો ફક્ત લલિત ચરણારવિંદથી જ ત્રણે લેકને વ્યાપી લીધા છે, પણ રુકિમણીએ તો સર્વ અંગોના સૌંદર્યથી ત્રણે લોકને જીતી લીધા છે, કૃષ્ણની તો માત્ર આંખ જ ચંદ્રની છે, પણ રુકિમણીનું તો આખું મુખ ચંદ્ર જેવું છે; એ વ્યતિરકાલંકાર પણ સાક્ષાત વાયરૂપે કહેવાયેલું છે, કારણ, પોતાના શરીર કરતાં ચડિયાતો માને” એમ સ્પષ્ટપણે કહેલું છે. આમ, અહીં, અનુગાહ્ય-અનુગ્રાહકભાવયુક્ત સંકરાલંકાર છે. શ્લેષ અને વ્યતિરેક એ બેમાંથી એકને રાખી બીજાને ત્યાગ કરવાને કંઈ કારણ જ નથી. વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં વ્યતિરેકની શોભામાં વધારે કરનાર શ્લેષ વાચ્યરૂપે જ પ્રતીતિ થાય છે.
એવું જ ત્રીજું ઉદાહરણ – મિમતિમહૃદયતાં કરજ ખૂછે તમઃ રાણા मरणं च जलदभुजगजं प्रसद्य कुरुते विषं वियोगिनीनाम् ।।
[ મેઘરૂપી સર્ષમાંથી ઉત્પન્ન થયેલું વિષ વિયોગિનીઓને ચક્કર, બેચેની, હૃદયની અલસતા, જ્ઞાન અને ચેષ્ટાને અભાવ, મૂછ, અંધારાં, શરીરને થાક અને મરણ બેને બેળે ઉત્પન્ન કરે છે.]
આ શ્લોકમાં “વિષ' શબ્દ શ્લેષયુક્ત છે. એના બે અર્થ – ૧. જળ અને ૨. વિષ – લેવા પડે છે. કારણ, મેઘને ભુજગ એટલે કે સર્ષ કહ્યો છે એટલે વિષને અર્થ કેર એવો કરવો પડે છે. એ વગર સર્પને વાચ્યાર્થ અધૂરો રહે છે. વળી જલદ-ભુજગમાં રૂપકાલંકાર પણ છે. આમ, અહીં