________________
હ૮ ] અલંકારજનાની છ શરતે
[ વન્યાલોક અહીં ઉપ્રેક્ષા અલંકારને પૂરેપૂરો વિગતે નિરૂપવામાં આવ્યો છે તેમ છતાં તે વિપ્રલંભ શૃંગારના પોષક અંગરૂપે જ રહે એની પૂરી કાળજી રાખવામાં આવેલી છે.
આમ, રસવનિ કાવ્યમાં અલંકાર યોજના કરતી વખતે જે છ બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે તે છએ છનાં ઉદાહરણો આપ્યા પછી હવે આગળ કહે છે કે
કવિ જે એ રૂપકાદિ અલંકાર વર્ગની ઉપર કહેલી છે શરતો જાળવીને યોજના કરે છે તે રસાભિવ્યક્તિમાં સફળ થાય છે. પણ જે તે ઉપર કહેલા નિયમને ભંગ કરે છે તે રસભંગનું કારણ થઈ પડે છે. મહાકવિઓની રચનાઓમાં પણ આનાં પુષ્કળ ઉદાહરણે જોવા મળે છે. પણ હજાર સૂક્તિઓની રચના કરીને લબ્ધપ્રતિષ્ઠા થયેલા એ મહાત્માઓનો દોષ બતાવો એ પિતાને જ દોષિત ઠરાવવા બરાબર છે, એટલે એ દેશે અલગ પાડીને બતાવ્યા નથી.
પણ રૂપકાદિ અલંકારવર્ગને રસાદિની વ્યંજના માટે ઉપયોગ કરવાના જે માર્ગનું અહીં દિગદર્શન કરાવવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરવાથી અને પોતે પણ બીજાં લક્ષણોની કલપના કરી લઈ એકચિત્ત થઈને પહેલાં કહેલા અસંલક્ષ્યક્રમધ્વનિના આત્મારૂપ રસાદિનું નિરૂપણ કરવાથી કવિને મહાકવિની મોંઘામૂલી પદવી પ્રાપ્ત થાય છે.
અહીં આપણે થોડું સિંહાવકન કરી લઈએ. ધ્વનિના શરૂઆતમાં બે ભેદ પાડ્યા હતા : ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ અને ૨. વિવણિતા પરવાચ્ય અથવા અભિધામૂલ. એ પછી અવિવક્ષિતવાયના પાછા બે ભેદ પાડ્યા હતા : ૧. અર્થાતરસંક્રમિતવાય અને ૨. અત્યંતતિરસ્કૃતવાગ્ય. એ જ રીતે, વિવક્ષિતા પરવાના પણ બે ભેદ પડયા હતા : ૧. અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય. અત્યાર સુધી એમાંના પહેલા પ્રકાર અસંલક્ષ્યક્રમબૅગમાં અલંકાર યોજનાને લગતી ચર્ચા કરવામાં આવી. હવે જે બીજે પ્રકાર સંલક્ષ્યક્રમવ્યંગ્ય, તેની ચર્ચા શરૂ થાય છે. એના પણ