________________
૯૬ ] અલંકારજનાની છ શરતે
[ ધ્વન્યાલોક કાજળથી બિલકુલ મુક્ત છે, જે પતંગથી બુઝાતી નથી બલકે પતંગ(સૂર્ય)માંથી પ્રગટે છે, તે અનન્ય બત્તી આપણને સૌને સુખી કરે.”
અહીં વાગ્યરૂપે ઉપમા જ્યા વગર જ વ્યતિરેક અલંકાર દર્શાવવામાં આવ્યું છે.
એનો અર્થ એ થયો કે વ્યતિરેક માટે વાસ્ય ઉપમા આવશ્યક નથી એટલે સૂરવમૂ૦ શ્લેમાં પણ લેપમાન વ્યતિરેકની અનુગ્રાહક માનવાની જરૂર નથી. એ માત્ર બે જુદા જુદા અલંકારેની સંસૃષ્ટિ જ છે.
પણ પ્રતિપક્ષી કહે છે કે તમે ઉપર આપેલા ઉદાહરણમાં અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ ઉપર આધારિત સંકરાલંકાર ન હોય તેયે સરસ્વમૂ૦ વગેરે ઉદાહરણમાં તો કૈલેષમૂલક ઉપમાને સ્વીકાર વ્યતિરેકના અનુગ્રાહક તરીકે જ થાય છે. કારણ કે વ્યતિરેકની ચારુતામાં એ વધારે ન કરતી હોય તો એનું પિતાનું કેઈ ચારુત્વ જ રહેતું નથી. એટલે અહીં લેપમા પોતે જુદે અલંકાર જ નથી. એ વ્યતિરેકનું જ અંગ છે. એટલે અહીં અંગાંગભાવ સંકર છે એમ જ માનવું રહ્યું.
એના જવાબમાં વૃત્તિમાં ગ્રંથકાર કહે છે –
એમ પણ ન કહી શકાય. કારણ, વ્યતિરેકના એવા પણ. દાખલાઓ મળે જ છે જેમાં (કલેષ વગર જ) કેવળ ઉપમાનું પણ જે સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું હોય છે તે તે ચારુત્વ પેદા કરે છે. જેમ કે –
મારું આકંદ તારા ગર્જન જેવું છે, મારાં આંસુ તારી અવિરત વહેતી જલધારા જેવાં છે, તે (પ્રિયા)ના વિચછેદથી પ્રગટેલો શોકાગ્નિ તારી વીજળીના ચમકારા જેવું છે, મારા. અંતરમાં રહેલું પ્રિયાનું મુખ તારામાં રહેલા ચંદ્ર જેવું છે, આમ, આપણે બંનેની વૃત્તિ (સ્થિતિ) સમાન છે, તે પછી તે સખા જલધર, તું રાતદિવસ મને બાળવા કેમ તૈયાર થયો છે?”