________________
જલોત ૨-૧૮, ૧૯ ]
અલંકાર યોજનાની છ શરતો [ ૯૦ આ દૃષ્ટાંતમાં શ્લેષ નથી, કેવળ સામ્ય (ઉપમા)ને રે જ ચાતા સિદ્ધ થઈ છે. તેમ વ્યતિરેક પણ સધાય છે. એટલે રરરરયન્ટ માં પણ ઉપમાગત ચાતા અલગ રીતે નિષ્પન્ન થઈ છે અને તેને છોડીને વ્યતિરેકનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તે રસને પોષક બન્યો છે.
કવિ રસનિરૂપણમાં એકચિત્ત થયેલ હોય અને કઈ અલંકારનો ઠેઠ સુધી નિર્વાહ કરવાનો અતિ આગ્રહ ન રાખે તેનું ઉદાહરણ –
ક્રોધે ભરાઈને પોતાની કોમળ ચંચળ બાહુલતાના પાશમાં સખત બાંધીને, સાંજને સમયે, સખીઓ સમક્ષ, શયનગૃહમાં લઈ જઈને, તેનાં દુશ્ચરિતોનું સ્પષ્ટ સૂચન કરી, લથડતી અને મીઠી વાણુથી “ફરી એવું કહેશે નહિ” એમ કહી, રડતી એવી પ્રેમિકાએ પિતાને અપરાધ છુપાવવા માટે હસતા પ્રિયને માર્યા વગર છોડવો નહિ. સાચે જ એ ભાગ્યશાળી કહેવાય !”
અહીં રૂપકાલંકાર વ્યંજિત થયો છે, પણ રસની પુષ્ટિ માટે એને ઠેઠ સુધી નિભાવ્યા નથી.
લોચનાકાર સમજાવે છે કે આ શ્લોકમાં “કોમળ ચંચળ બાહુલતાના પાશમાં' એ શબ્દો દ્વારા રૂપક વ્યંજિત થાય છે. પણ જો એ રૂપકને પૂરેપૂરું ચાલુ રાખ્યું હોત તો નાયિકાને વ્યાધપત્ની અને શયનગૃહને કારાગાર કહેવું પડત, જે અત્યંત અનુચિત થાત. એટલે રસની પરિપુષ્ટિ માટે શરૂ કરેલે એ અલંકાર ઠેઠ સુધી નભાવ્યો નહિ એ જ યોગ્ય છે.
રસના પરિપષ માટે કઈ અલંકારનું નિર્વહણ ઇષ્ટ હોય તેચે તે અંગરૂપ જ રહે એની પ્રયત્નપૂર્વક કાળજી રાખ્યાનું દષ્ટાંત–
“હું પ્રિયંગુલતાઓમાં તારું અંગ, હરિણીઓની ચકિત દષ્ટિમાં તારે દષ્ટિપાત, ચંદ્રમાં તારા ગાલનું સૌંદર્ય, મોરેનાં પીંછાંના સમૂહમાં તારા વાળ, અને નદીની આછી લહેરોમાં તારી ભમરાને વિલાસ જોવા મથું છું, પણ હાય, હે ભીરુ, તારું સંપૂર્ણ સામ્ય કેઈ એક જગ્યાએ જોવા મળતું નથી.” રસ. ૭