________________
૮ ] અપૃથગ્યત્નનિર્વત્ય અલંકારને જ ધ્વનિમાં સ્થાન [ વન્યાલોક ગયા છે, આંસુ વારે વારે કંઠે વળગીને સ્તનોને કંપાવે છે, ઓ નિર્દય હૃદયની, તને ક્રોધ વહાલું લાગે, અમે નહિ.”
રૂસણું લઈને બેઠેલી નાયિકા પ્રત્યેની આ નાયકની ચાક્તિ છે. એમાં ઈર્ષાવિપ્રલંભના અનુભાવોની ચર્વણા જ પ્રધાન છે, અને કવિનું ધ્યાન તેની ઉપર જ કેન્દ્રિત છે. તેમ છતાં, આપોઆપ જ, એમાં ત્રણ અલંકારો આવી ગયા છે : ૧. એક તો મન્યુ એટલે કે ધમાં પ્રિયતમનો આરોપ કરવાથી રૂપક અલંકાર થયેલ છે. તે આ રીતે. પ્રિયતમના સ્પર્શથી કપલ ઉપરની પત્રાવલિ ભૂંસાઈ જાય છે તેમ અહી ક્રોધને લીધે હથેલી ઉપર ગાલ મૂકવાથી તે ભૂંસાઈ ગઈ છે; પ્રિયતમ અમૃત જેવા અધરરસનું પાન કરે છે તેમ અહીં ક્રોધને લીધે નીકળતા નિસાસાથી અધર સુકાઈ ગયો છે; પ્રિયતમ જેમ પ્રિયાને ગળે વળગે છે તેમ અહીં ક્રોધથી જન્મેલાં આંસુ નાયિકાને ગળે બાઝયાં છે; પ્રિયતમના સંસર્ગથી જેમ નાયિકાનાં સ્તન હાલે છે તેમ અહીં વારે વારે ડૂસકાં ભરવાથી સ્તન હાલે છે–આ બધી સમાનતાને જેરે ક્રોધમાં પ્રિયતમને આરેપ થયો છે. ૨. અધરરસ શબ્દના બે અર્થ છેઃ અધરામૃત અને અધરની ભીનાશ. એટલે શ્લેષાલંકાર થયો. અને ૩. તને ક્રોધ વહાલ છે, હું વહાલ નથી, એ રીતે અહીં વ્યતિરેક અલંકાર પણ છે. પણ એ માટે કવિએ કઈ અલગ પ્રયત્ન કરવો પડડ્યો નથી.
અલંકાર રસનું અંગ છે એમ ત્યારે કહેવાય, જ્યારે કવિએ તેને માટે કઈ જુદો પ્રયત્ન ન કરવું પડે. જે અલંકાર રસરચનામાં રોકાયેલા કવિની તે વાસનાનું અતિક્રમણ કરીને જુદા પ્રયત્ન મારફતે નિષ્પન્ન થાય છે, તે રસનું અંગ બની શકતો નથી. જાણી જોઈને યમક જવાનો પ્રયત્ન કરવામાં આવે તે તે વિશેષ શબદો શોધવારૂપ બીજે યત્ન અનિવાર્યપણે આવશ્યક બની જાય છે.
અહીં કેઈ એ પ્રશ્ન કરે કે યમક સિવાયના બીજા અલંકારોની બાબતમાં પણ આ વાત તો લાગુ પડે, તે જણાવવાનું કે ના, તેમ નથી. જ્યારે કઈ પ્રતિભાશાળી કવિ રસમાં એકાગ્રચિત્ત થઈને રચના કરતા હોય છે ત્યારે જેની રચના મુશ્કેલ લાગે એવા અલંકારે “પહેલો હું, પહેલો હું” કરતા