________________
૮૬ ] શૃંગારમાં યમકાદિ અસ્વીકાર્ય
[ ધ્વન્યાલોક
૧૫ ધ્વનિના આત્મારૂપ શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભ શૃંગારમાં, એમ કરવાની શક્તિ હોવા છતાં, યમકાદિની
જના કરવી એ કવિને પ્રમાદ જ ગણાય. આને જ વૃત્તિમાં વિગતે સમજાવતાં કહે છે કે –
દવનિના આત્મારૂપ શંગાર જ્યારે વાચ્યવાચક દ્વારા વ્યંજિત. થતો હોય છે ત્યારે તેમાં યમકાદિ તથા તેના જેવા બીજા દુષ્કર શબ્દભંગશ્લેષ વગેરેની યોજના શક્તિ હોય તેયે કરવી. એ પ્રમાદ છે. “પ્રમાદ” એટલા માટે કહ્યું છે કે કોઈવાર કાકતાલીયન્યાયે કોઈ યમક વગેરે નીપજી આવે તોયે બીજા અલંકારોની પેઠે તેના રસના અંગરૂપે ઝાઝો ઉપગ ન કર.
ખાસ કરીને વિપ્રલંભામાં એટલા માટે કહ્યું છે કે એ અત્યંત સુકુમાર રસ છે. એની વ્યંજનામાં યમક વગેરેને ઉપયોગ નિયમ તરીકે જ ન કર.
લોચનકાર અહીં કહે છે કે ઉપર જે નિષેધ કર્યો છે તે શબ્દશ્લેષને છે. અર્થશ્લેષને ઉપયોગ કરવામાં દોષ નથી. જેમ કે “રાદરવમ્ઇત્યાદિ શ્લોકમાં. શબ્દભંગ પણ કિલષ્ટ હોય તો જ દોષ ગણાય. પણ ઉપરના કમાં આવેલ “અશોક” શબ્દ સભંગ હોવા છતાં કિલષ્ટ ન હોવાથી દોષ નથી.. એ આખો શ્લેક અને તેને અર્થ નીચે આપે છે.
रक्तस्त्वं नवपल्लवैरहमपि श्लाध्यैः प्रियाया गुण - स्त्वामायान्ति शिलीमुखाः स्मरधनुर्मुक्तास्तथा मामभि । कान्तापादतलाहतिस्तव मुदे तद्वन्ममाप्यावयोः सर्व तुल्यमशोक केवलमहं धात्रा सशोकः कृतः ।।
[ હે અશોક, તું નવપલ્લવને લીધે રકત (લાલ) છે અને હું પણ મારી પ્રિયાના ગુણો ઉપર રકત (પ્રેમ કરનારો) છું. તારી પાસે શિલીમુખ (શ્રમરો) આવે છે અને મારી પાસે પણ મદનના ધનુષ્યમાંથી છૂટેલાં શિલીમુખ (બાણ) આવે છે, પ્રિયા તને લાત મારે એથી તને આનંદ થાય છે, તેવો મને પણ. થાય છે. આપણું બંનેનું બધું જ સરખું છે–ફક્ત તું અ-શેક (શક વગર) છે અને મને વિધાતાએ સ-શેક (શોકવાળો) બનાવ્યો છે.]