________________
આ ઉદ્યોત ૨-૧૪ ]
શૃંગારમાં યમદિ અસ્વીકાર્ય [ ૮૫ આ દિગ્દર્શન ઉપરથી જ જે બુદ્ધિમાન સહૃદયે ફક્ત એક જ રસભેદને અલંકારો સાથે કે અંગાંગી ભાવ હોય છે એ જાણી શકે, તે તેમની બુદ્ધિ બધા જ રસની બાબતમાં તે સમજી શકશે. ગારમાં યમકદિ અસ્વીકાર્ય
હવે રસના તેનાં અંગો સાથેના સંબંધનું દિગ્દર્શન કરવા માટે ફક્ત શૃંગાર રસમાં અંગેની એટલે કે અલંકારોની પેજના કેવી કરવી કે ન કરવી જોઈએ એ બતાવવાનો ઉપક્રમ કરતાં ચૌદમી કારિકામાં કહે છે કે
૧૪
શૃંગાર જ્યારે અંગ એટલે કે પ્રધાન રસ હોય ત્યારે પ્રયત્નપૂર્વક જેલે એક જ પ્રકારને અનુપ્રાસાલંકાર શૃંગારના બધા જ પ્રકારમાં તેને અભિવ્યંજક નથી બની શકતો. વૃત્તિમાં એની સ્પષ્ટતા કરતાં કહે છે કે –
અંગી શૃંગારના પહેલાં જે (સંભેગને એક અને વિપ્રલંભના ચાર મળી કુલ) પાંચ પ્રકાર કહ્યા છે તે બધામાં જ એક જ પ્રકારને અનુપ્રાસ યોજવામાં આવે તો તે વ્યંજક થતું નથી. અહીં “અંગી શૃંગારમાં” એમ કહ્યું છે તેથી એવું સૂચિત થાય છે કે જ્યાં શૃંગાર અંગભૂત એટલે કે ગૌણ હોય, પ્રધાન ન હોય, ત્યાં એક જ પ્રકારના અનુપ્રાસને ઉપયોગ મરજી મુજબ કરી શકાય છે.
લોચનકાર અહીં એવી સ્પષ્ટતા કરે છે કે કારિકામાં “પ્રયત્નપૂર્વક” એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે અનુપ્રાસ પ્રયત્નપૂર્વક યોજેલો હોવાને કારણે તે વ્યંજક બની શકતો નથી. “એક જ પ્રકારનો અનુપ્રાસ” . એમ કહ્યું છે એનો અર્થ એ છે કે જે વિવિધ પ્રકારને અનુપ્રાસ કે
હોય તો તેમાં દોષ નથી. મતલબ એ છે કે એકને એક અનુપ્રાસ - લાંબે સુધી ખેંચવામાં આવે તો તે જ કાવ્યમાં પ્રધાન થઈ જાય છે, અને મુખ્ય વસ્તુ અથવા રસ ગૌણ બની જાય છે. એ કાવ્યને હાનિકારક છે.
આ જ વાત આગળ ચલાવતાં પંદરમી કારિકામાં કહે છે કે –