________________
જ્યોત ૨–૧૧, ૧૨ ] રસાદિ અને અંગેના ભેદોના અનંત સંબંધે! [ ૮૩
અક્ષરેશ ચિ’તે અર્થે કાશ્મીરી ભાષામાં યાનિ એવા થાય છે. અને ૪. કર્ણાંક વર્ષાંતે પ્રયાગ થયા હોય તેને શ્રુતિષ્કટ કહે છે. જેમકે, અધાક્ષીત, અક્ષાત્સીત, તૃણેઢિ વગેરે શબ્દોના ઉચ્ચાર જ કાનને કઠોર લાગે છે.
ભામહે માત્ર દેષો ગણાવેલા જ છે, તેમાં અમુક નિત્ય અને અમુક અનિત્ય એવા વિભાગ પાડેલા નથી. તે અહીં ગ્રંથકારે પાડીને એક વ્યવસ્થા ઊભી કરી છે. વૃત્તિમાં જણાવ્યું છે કે જ્યાં બ્યંગ્ય શૃંગાર પ્રધાન હોય ત્યાં જ આ દેષા દોષ ગણાય છે. જ્યાં કેવળ વાચ્યા જ હાય અથવા શૃંગાર સિવાયના કાઈ રસ વ્યંગ્ય હોય, અથવા વ્યંગ્ય શૃંગાર પ્રધાન ન હોય ત્યાં એ દેષા ગણાતા નથી. લેાચનકાર કહે છે કે અહીં વાપરેલા ‘ શૃંગાર ’ શબ્દ ઉપલક્ષણમાત્ર છે. એમાં વીર, શાંત અને અદ્ભુત રસને પણ સમાવેશ થઈ જાય છે, કારણુ, એ રસામાં પણ આ દેશે વર્જ્ય છે.
અહીં નિત્યદોષ અને અનિત્યદોષ સમજી લેવાની જરૂર છે. જે દેષા બધી જ પરિસ્થિતિમાં દેષ ગણાય તે નિત્યદોષ. જેમ કે છંદાભંગ. પશુ શ્રુતિકષ્ટ એટલે કે કઠોર વના પ્રયાગથી થતા દોષ શૃંગારાદિ કામલ રસામાં દોષ છે, પણ રૌદ્ર, ભયાનક વગેરે રસેામાં એ ગુણુ બની જાય છે, માટે એ અનિય દેષ છે. અશ્લીલત્વ વગેરે શૃંગારાદિમાં ઢાષ ગણાય પણ હાસ્યમાં ન ગણાય, વગેરે.
અહી ગ્રંથકારના મુદ્દો એ છે કે અમે રસ-ધ્વનિને આધારે જે -વ્યવસ્થા ઊભી કરી છે તેમાં ગુણ, અલ કાર, દોષ વગેરે બધા પદાર્થાની એક સળંગસૂત્ર વ્યવસ્થા સ્થાપી શકાય છે, જેને પહેલાં અભાવ હતા.
રસાદિ અને અંગેાના ભેદોના અનંત સધા
હવે અસલક્ષ્યક્રમ સ–ધ્વનિનાં અંગાના ભેદીની વાત કરે છે :
૧૨
એ અસ લક્ષ્યક્રમ રસ-ધ્વનિનાં અગેાના એટલે કે અલંકારાદિના જે ભેદો છે અને એ રસના પેાતાના જે ભેદો છે, તે બધાના એકબીજા સાથેના સ`ખંધ એટલે કે સ’સૃષ્ટિ, સંકર, પ્રસ્તાર વગેરેની કલ્પના કરીએ તેા તેમની સ`ખ્યાના કાઈ પાર ન રહે.
વૃત્તિમાં આને સમજાવતાં કહે છે કે