________________
ઉદ્યોત -૧૬ ] અપૃથગ્યત્નનિવયે અલંકારને જ ધ્વનિમાં સ્થાન [ ૮૦
આ શ્લેકમાં “રક્ત ', “શલીમુખ” વગેરે શબ્દો શ્લેષયુક્ત છે અને અશોક” શબ્દ સભંગશ્લેષ વાળો છે પણ તે કિલષ્ટ નથી તેથી વિપ્રલંભશૃંગારના આ શ્લેકમાં પણ તે દેષરૂપ કરતો નથી. અપૃથગ્યત્નનિર્વત્ય અલંકારને જ વિનિમાં સ્થાન
આ બાબતમાં વ્યાપક નિયમ એવો છે કે –
ધ્વનિ કાવ્યમાં તે અલંકાર જ અલંકાર ગણાય છે, જેની રચના રસના આવેશને લીધે જ શક્ય બનતી હોય છે અને જેને માટે કવિએ જુદો પ્રયત્ન કરવો નથી પડતો.
જેની રચના થઈ ગયા પછી આશ્ચર્યજનક લાગે તે જે અલંકારની રચના રસાવેશને લીધે જ (જુદા પ્રયત્ન વગર) શક્ય બની હોય છે તે જ આ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય દવનિમાં અલંકાર મનાય છે. તે જ મુખ્યત્વે કરીને રસનું અંગ બની શકે છે.
લોચનકાર અહીં સ્પષ્ટતા કરે છે કે રસના આવેશને લીધે (રાશિત) –એટલે કે કવિ રસસૃષ્ટિમાં મગ્ન થઈ ગયો હોય છે ત્યારે, વિભાવદિની યોજના કરતા હોય છે ત્યારે, તેની સાથે સાથે જ, જે અલંકારો આપમેળે આવી પડે છે, તે અલંકારો જ આ માર્ગમાં અલંકાર ગણાય છે; જેને માટે જ પ્રયત્ન કરવો પડે તેવા નહિ. વળી, પ્રયત્નપૂર્વક યોજેલા યમકાદિ ફક્ત શૃંગાર અને વિપ્રલંભશૃંગારમાં જ રસાભિવ્યક્તિમાં વિશ્વરૂપ થઈ પડે છે એમ નથી, વીર, અદભુત વગેરે રસોમાં પણ એવા અલંકારે વિનરૂપ થઈ પડે છે. અહીં શૃંગારનું જ નામ લીધું છે, કારણ, એ ખૂબ સુકુમાર હોવાથી આવા અલંકારો એમાં વિનરૂપ થઈ પડે છે એ ઝટ કેઈ પણ સમજી શકે એમ છે. ખરું જોતાં, કરુણુ વગેરે રસમાં પણ કૃત્રિમ યમકાદિ અલંકારો વિનરૂપ થાય જ છે. અને તેથી હવે પછી ગ્રંથકાર કહેશે કે એવા અલંકારો રસનાં અંગ બની શકતા નથી.
અપૃથગ્યત્નનિર્વત્ય ' અલંકારનું ઉદાહરણ –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ હથેલીના દબાણથી ભૂંસાઈ ગઈ છે, આ અમૃત જેવો મીઠો અધરરસ નિઃશ્વાસ પી