________________
ઉદ્યોત ૨-૧૮, ૧૯ ]
અલંકારજનાની છ શરતે [ ૯૧ જોઈ વિચારીને યોજવામાં આવે તે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિમાં વ્યક્ત થતા બધા જ પ્રધાન રસેના ચારુત્વસાધક થઈ પડે. અલંકાયોજનાની છ શરતો
એ રૂપકાદિ અલંકારોને કાવ્યમાં પ્રયોજવામાં આટલી વાત ધ્યાનમાં રાખવાની હોય છે –
૧૮, ૧૯ (૧) રસનિરૂપણના સાધન તરીકે જ અલંકારની યોજના કરવી, (૨) કદી પણ અંગી તરીકે ન કરવી, (૩) યોગ્ય સમયે એનું ગ્રહણ કરવું, (૪) યોગ્ય સમયે એને ત્યાગ કર, (૫) એને નિર્વાહ કરવાની એટલે કે ચાલુ રાખવાની ઉત્કટ ઈચ્છા ન રાખવી, અને (૬) કઈ વાર અનાયાસે આઘન્ત નિર્વાહ થઈ જાય તોયે એ અંગરૂપે જ રહે છે એની સાવચેતીપૂર્વક ખાતરી કરી લેવી. રૂપકાદિ અલંકારોને પ્રધાન રસનાં અંગ બનાવવા માટે આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આ છએ છ બાબતોનાં દૃષ્ટાંત ક્રમસર આપે છે ?
રસનું જ નિરૂપણ કરવાની ઈચ્છાવાળા કવિએ તે રસના અંગ તરીકે, એટલે કે તેના ચારુસાધક થઈ શકે એ રીતે અલંકારોને યોજ્યા હોય તેનું ઉદાહરણ –
“હે મધુકર, તું એની ભયથી કંપતી, ચંચલ અને તીરછી દૃષ્ટિને વારંવાર સ્પર્શે છે, કંઈ ખાનગી વાત કહેતે હોય એમ તેના કાન પાસે જઈને ચક્કર મારતે ગણગણે છે, હાથ હલાવતી એવી તેના રતિસર્વસ્વ અધરનું તું પાન કરે છે; અમે તે તવાન્વેષણ કરવામાં જ મરી ગયા, ખરેખર ધન્ય તે તું જ છે.”
અહીં ભ્રમરના સ્વભાવનું વર્ણન કરવામાં વપરાયેલો સ્વભાક્તિ અલંકાર રસને અનુરૂપ જ છે.