________________
૮૪] રસાદિ અને અંગેના ભેદના અનત સંબંધે [ વન્યાક
વિવક્ષિતાન્યપરવાચ્ય વનિને એકમાત્ર આત્મા જેને કહ્યો છે તે અંગીરૂપે વ્યંગ્ય રસાદિના અંગસ્વરૂપ વાગ્યવાચકમાં અલંકારના જે પ્રભેદોને સમાવેશ થાય છે, તેમનો કોઈ પાર નથી. વળી, એ અંગી એટલે પ્રધાન રસાદિ દવનિરૂપ જે અર્થ, તેના પોતાના રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવપ્રશમરૂપ વિભાવાનુભાવવ્યભિચારીના પ્રતિપાદન સહિત અનંત પ્રભેદો થાય છે. તે ઉપરાંત, પિતપતાના આશ્રયની દષ્ટિએ એટલે કે સ્ત્રીપુરુષાદિની પ્રકૃતિના ઔચિત્યની દૃષ્ટિએ જોઈએ તે તે પણ અનંત થઈ જાય. અને તેમના પરસ્પરના સંબંધને વિચાર કરીએ તે તેનેયે પાર ન આવે. આ રીતે જોતાં તે, કઈ પણ એક રસના પ્રકારે પણ ગણી શકાય એમ નથી, પછી બધા રસોની તો વાત જ શી ? આપણે અંગી શંગાર રસનો જ દાખલો લઈએ તો તેના પહેલાં સંજોગ અને વિપ્રલંભ એવા બે પ્રકાર પડે છે. પછી સંગના પણ પરસ્પર પ્રેમપૂર્વક જેવું, સુરત, વિહાર, વગેરે રૂપ અનેક પ્રકારો છે. વિપ્રલંભના પણ અભિલાષ, ઈર્ષા, વિરહ, પ્રવાસ, વગેરે જુદા જુદા પ્રકારો છે. તેમાંના દરેકના પાછા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ભેદને કારણે પડતા ભેદે છે, અને તેમના દેશ, કાળ, આશ્રય, અવસ્થા વગેરેની દષ્ટિએ પણ ભેદ પડે છે. આમ, સ્વગત ભેદની દૃષ્ટિએ જ વિચાર કરીએ તોયે એ એક રસના ભેદપભેદને જ પાર ન રહે. પછી તેનાં અંગોના ભેદપભેદોની. તે વાત જ શી કરવી? એ અંગે કહેતાં અલંકારોના પ્રત્યેક અંગી રસના પ્રભેદો સાથેના સંબંધની કલ્પના કરીએ તો તે સાચે જ અનંત થઈ જાય. તેથી
૧૩
અહીં માત્ર દિગ્દર્શન જ કરાવીએ છીએ જેથી વ્યુત્પન્ન સહદાની બુદ્ધિ સર્વત્ર પ્રકાશ પ્રાપ્ત કરી શકે.