________________
ઉદ્યોત ૨-૩ ]
અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ 1 કપ કારિકામાં એમ કહ્યું છે કે વિવક્ષિતવાય વનિમાં કઈ વાર વાચ્યાર્થ પછી વ્યંગ્યાર્થ સમજાય છે તેને ક્રમ ધ્યાનમાં આવે છે અને કોઈ વાર વાચ્યાર્થ પછી વ્યંગ્યાથે એટલી ઝડપથી સમજાય છે કે ક્રમ હોવા છતાં ખ્યાલમાં આવતો નથી. આ ક્રમ ખ્યાલમાં આવે કે ન આવે એને આધારે અહીં વિવક્ષિતવાય વનિના ભેદ પાડેલા છે. જેમાં એ ક્રમનો ખ્યાલ ન આવે તે અસંલક્ષ્યક્રમ અને જેમાં ક્રમનો ખ્યાલ આવે તે સંલક્ષ્યક્રમ. વૃત્તિમાં એ જ વાત સ્પષ્ટ કરી છે – | મુખ્યરૂપે પ્રગટ થતા વ્યંગ્યાર્થ એ જ ઇવનિનો આત્મા છે. એ વ્યંગ્યાથમાંને કઈ વાચ્યાર્થીની અપેક્ષાએ ક્રમ લક્ષમાં ન આવે એ રીતે પ્રગટ થાય છે તે કઈ કમપૂર્વક (એટલે કે ક્રમ લક્ષમાં આવે એ રીતે) પ્રગટ થાય છે. આમ, એના બે પ્રકાર માનવામાં આવેલા છે.
વૃત્તિનું પહેલું વાય મહત્ત્વનું છે. મુખ્યરૂપે પ્રગટ થતો વ્યંગ્યાથે જ ધ્વનિને આત્મા છે, એટલે કે જેમાં વ્યંગ્યાર્થ પ્રધાન હોય તેને જ ધ્વનિ કાવ્ય માનવામાં આવે છે. જેમાં વ્યંગ્યાર્થ પ્રધાન નથી હોતો તેને ધ્વનિ કાવ્ય નથી કહેતા. અને તેથી રસાદિ વગેરે વ્યંગ્યાર્થો પણ જેમાં અપ્રધાન હોય છે તેને ધ્વનિ કાવ્ય કહેતા નથી. એવી સ્થિતિમાં રસવત્ વગેરે અલંકાર છે એમ કહેવાય છે. હવેની બે કારિકાઓમાં એ જ વાત કહેલી છે. અસંલક્ષ્યકમવ્યંગ્ય વનિ
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાંતિ ભાવોદય, ભાવસંધિ, ભાવશબલતા) વગેરે અસંલક્ષ્યક્રમ છે, અને એ જ્યારે અંગીરૂપે એટલે કે પ્રધાનભાવે પ્રગટ થાય છે ત્યારે ઇવનિને આત્મા કહેવાય છે. અને વૃત્તિમાં કહ્યું છે કે
આ રસારિરૂપ અર્થ વાચ્યાર્થીની સાથોસાથ પ્રતીત થાય છે. એ જ્યારે અંગીરૂપે એટલે કે પ્રધાનરૂપે પ્રતીત થતો હેય છે ત્યારે એ ધ્વનિને આત્મા કહેવાય છે. રસ. ૫