________________
૬૬ ] રસાદિની સમજૂતી
[ ધ્વન્યાલાક
અહીં આપણે કારિકામાં વપરાયેલા રસ, ભાવ વગેરે શબ્દોને અ સમજી લેવા જોઈએ.
રસાદિની સમજૂતી
ભરતે નાટયશાસ્ત્રમાં આઠે અથવા કેટલાકને મતે નવ સ્થાયી ભાવ ગણાવેલા છે: રતિ, હાસ, શાક, ક્રેાધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિવેદ. દરેક માણસમાં જન્મથી જ આ રહેલા હોય છે. નાયક નાયિકારૂપી આલંબન વિભાવથી એ જાગ્રત થાય છે, બાહ્ય પરિસ્થિતિ-ઉદ્યાન, ચંદ્ર વગેરે—રૂપી ઉદ્દીપન વિભાવથી એ ઉદ્દીપિત થાય છે, શારીરિક ચેષ્ટાઓરૂપી અનુભાવાથી એની ભાવકને પ્રતીતિ થાય છે અને ધૃતિ, શંકા, શ્રમ વગેરે સંચારી કે વ્યભિચારી ભાવા એને પુષ્ટ કરે છે. આ સ્થાયી ભાવે જ રસત્વને પામે છે. દેવતા, રાજા વગેરે પ્રત્યેની રતિ, અપુષ્ટ સ્થાયી અને વ્યંજિત વ્યભિચારી ભાવ કહેવાય છે. એ જ્યારે અનૌચિત્યપૂર્વક નિરૂપાય છે ત્યારે રસાભાસ અને ભાવાભાસ કહેવાય છે. કેાઈ ભાવના ઉદય ચમત્કારક રીતે વવાયા હૈાય ત્યારે તે ભાવાય કહેવાય છે, કાઈ ભાવની શાંતિ ચમત્કારક રીતે વર્ણવાઈ હોય ત્યારે તે ભાવશાંતિ કહેવાય છે, એ ભાવાની સહેાપસ્થિતિ ચમત્કારક રીતે વર્ણવાઈ હોય ત્યારે તે ભાવસ ંધિ કહેવાય છે અને જો અનેક ભાવાની સહે।પસ્થિતિનું ચમકારક વર્ણન હોય તે તે ભાવશખલતા કહેવાય છે. આ દરેકનું એક એક ઉદાહરણ જોવાથી સ્પષ્ટ થશે. શૃંગાર રસનું ઉદાહરણ :
અહ ( કેવુ. આશ્ચય )! પ્રિયની પાસે સૂતી હોવા છતાં પેાતાના મનેરથા સફળ કરવામાં સમ ન થતી તે પ્રિયા ( નવવધૂ) પોતાની અધી મીંચેલી આંખે પ્રિયના વનકમળને નિહાળી રહી છે. '
<<
આ શ્લેાકમાં નાયક આલંબન વિભાવ છે, પાસે સૂતી હતી એ ઉપરથી જેનું અનુમાન થાય છે તે એકાંત ઉદ્દીપન વિભાવ છે, આંખ અધી મીંચીને નિહાળવુ એ અનુભાવ છે અને એમાંથી વ્ય ંજિત થતા લજ્જા, ઉત્સુકતા વગેરે વ્યભિચારી ભાવે છે. એ બધાના સયાગથી રિત નામને સ્થાયી ભાવ વ્યંજિત થઈ શૃ ંગાર રસરૂપે આસ્વાદાય છે.
દેવવિષયક રતિભાવનું ઉદાહરણ :
tr
હે ઈશ, તારા ગળાના એક ખૂણામાં રહેલું કાલકૂટ મારે મન મહાઅમૃત છે. તારા શરીરથી જુદું અમૃત હેય તાપણુ તે મને ગમે નહિ.”