________________
૬૪] શિવક્ષિતા પરવચના બે ભેદો
[ ધ્વન્યાલોક અહીં “મદમાતા” અને “નિરહંકાર” એ બે શબ્દો અત્યંતતિરસ્કૃતવાગ્યનાં ઉદાહરણ છે.
કવિ કહેવા એમ માગે છે કે તારાભર્યું નિર્મળ આકાશ, શીતળ મંદ સુગંધી પવનથી ડાલતી અજુનવૃક્ષની વાડીઓ, અને ચંદ્ર પુરબહારમાં પ્રકાશતો હોય એવી રાત્રિઓ તો મનહર હોય છે જ, પણ કમાં વર્ણવી છે એવી રાત્રિઓ પણ ચિત્ત હરી લેતી હોય છે.
- આ લેકમાં વાદળાને “મદમાતા” અને ચંદ્રને “નિરહંકાર' વિશેષણ લગાડેલાં છે તે એ બંને પદાર્થો નિર્જીવ હેઈ તેમને લાગુ પડી શકતાં નથી, તેથી વાચાર્ય બાધિત થાય છે અને લક્ષણથી સાદશ્યને જેરે એ શબ્દો અનુક્રમે “અનુચિત કરનાર', “અનિવાર્ય” અને “મલિન', “શભાહીન' વગેરે અર્થોનું સૂચન કરે છે. એમાં પણ મુખ્યાર્થીને બિલકુલ ત્યાગ કરવો પડે છે એટલે એ અત્યંતતિરસ્કૃતવા ધ્વનિનું ઉદાહરણ છે.
પહેલાં વનિના બે ભેદ પાડવા હતા : ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ અને ૨. વિવક્ષિતાન્યપરવાચ્ય અથવા અભિધામૂલ. એમાંના પહેલાના બે પેટાબે ૧. અર્થાતરસંક્રમિત વાચ્ય અને ૨. અત્યંતતિરસ્કૃતવાચનાં ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે જે બીજો ભેદ વિવક્ષિતાન્યષરવાચ, તેના બે પેટાભેદ બતાવે છે. વિવક્ષિતાવ્યપરવાના બે ભેદ
વિવક્ષિતવા ઇવનિને આત્મા (અર્થ) બે પ્રકારનો હેય છેઃ ૧. અસંલક્ષ્યક્રમે પ્રગટ થનારો અને ૨. સંલક્ષ્યક્રમે પ્રગટ થના.
અહીં વચમાં એક વસ્તુ કહી દેવાની જરૂર છે અને તે એ કે ધ્વનિના જે બે મૂળ ભેદ પાડ્યા છે : ૧. અવિવક્ષિતવાચ અને ૨. વિવક્ષિતવાચ્ય. તે વિવક્ષાને આધારે પાડેલા છે. અવિવક્ષિતવાગ્યમાં વાચ્યાર્થ વિવક્ષિત નથી હતો, જે કહ્યું હોય છે તે બોલનારને અભિપ્રેત નથી હોતું. જ્યારે વિવક્ષિતાન્યપરવામાં વાચાર્ય વિવક્ષિત હેય છે, જે કહ્યું હેય છે તે પણ બોલનારને અભિપ્રેત તો હોય છે, પણ ત્યાં જ અટકી જવાનું નથી હોતું. એ વાચાર્થ દ્વારા બીજો એક અર્થ એટલે કે વ્યંગ્યાર્થ સમજાવવો હોય છે. મતલબ કે વાચાર્ય વ્યંગ્યાર્થનું સૂચન કરવા આવ્યો હોય છે. હવે, આ.