________________
ઉદ્યોત ૨-૫ ]
ધ્વનિ, ઉપમાદિ અને રસવનાં ક્ષેત્ર [ ૭૨
એના ભ્રભગ છે, મુખ્ય પખીઓની હાર એ એનેા ક ંદોરા છે, ક્રોધને કારણે શિથિલ થઈ ગયેલા વસ્ત્રની પેઠે એ ફીણને ખેંચે છે, વારંવાર ઠાકર ખાતી એ વાંકેચૂકે રસ્તે જઈ રહી છે.”
અહીં મુખ્ય અ અચેતન નદીના વર્ણનને લગતા છે, પણ તેમાં નાયકના અપરાધથી રાષે ભરાઈને ચાલી જતી ચેતન નાયિકાના વૃત્તાન્તની યેાજના કરવામાં આવી છે.
એવું જ બીજુ દૃષ્ટાંત
“આ લતા જાણે મારી પ્રિયા ઊર્વશી છે. એ ઊવશીની પેઠે કૃશ છે. એનાં પટ્ટવ મેઘના જળથી ભીનાં થયેલાં છે, કેમ જાણે એનેા અધર આંસુથી ધાવાઈ ગયા ન હેાય. સમય વીતી જવાને કારણે એને ફૂલ આવવાં ખંધ થઈ ગયાં છે, કેમ જાણે એણે આભૂષાના ત્યાગ ન કર્યા હાય. એના ઉપર ભ્રમરા ગુ'જારવ કરતા દેખાતા નથી, કેમ જાણે એ ચિંતાને કારણે મૂંગી ન થઈ ગઈ હોય. મને એમ લાગે છે કે પગે પડેલા મારી તિરસ્કાર કરવાથી એ ક્રોધી સ્વભાવની અત્યારે પસ્તાઈ રહી છે.”
-
આમાં અચેતન લતાનું વર્ણન જ પ્રધાન છે, પણ તેમાં પ્રિયતમને તિરસ્કાર કરીને પસ્તાતી ચેતન નાયિકાના વ્યવહારના વૃત્તાંતની યાજના કરવામાં આવેલી છે.
એવું જ ત્રીજી' ઉદાહરણ
“ હે ભાઈ, ગેાપવએના વિલાસના સખા, રાધાની એકાંત ક્રીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામ’ડપેા કુશળ તા છે ને ? હવે તેા મદનશય્યા રચવા માટે કામળ કૂંપળે તાડવાની જરૂર ન રહેતાં તેમની લીલી ઝલક આંખી પડી ગઈ હશે અને તે જરઠ થઈ ગયા હશે.”
=
અહીં પણ પ્રધાન વર્ણનના વિષય અચેતન લતાકુ જો છે, પણ એમાંયે વિલાસના સખા, ક્રીડાના સાક્ષી વગેરે રૂપે ચેતનવસ્તુવ્યવહારની યેાજના થયેલી છે. આમ, ત્રણ ત્રણ ઉદાહરણ આપ્યા પછી હવે કહે છે કે —