________________
૭૪ ] ધ્વનિ, ઉપમાદિ અને રસવનાં ક્ષેત્ર
[ ધ્વન્યાલાક
ઉપરની ચર્ચામાં ત્રણ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છેઃ ૧. જ્યાં રસાદિની પ્રતીતિ જ પ્રધાન હોય ત્યાં રસધ્વનિ માનવે. ૨. જ્યાં મુખ્ય રસ અલંકાર્યો હાય અને બીજો કોઈ રસ અંગભૂત ન હોય તે ત્યાં ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર માનવું.
૩. જ્યાં રસાદિ પ્રધાન ન હોય પણ અંગરૂપ કે ગૌણ હોય ત્યાં રસવદલ કારનું ક્ષેત્ર છે એમ સમજવુ. આમ ૧. ધ્વનિ, ૨. ઉપમાદિ અલંકાર અને ૩. રસવદલ કારાના ક્ષેત્રનુ સ્પષ્ટીકરણ અહીં કરવામાં આવ્યું છે. પણ કેટલાક લેકે એમ માને છે કે ૧. જ્યાં કાઈ ચેતન પદા વાકયમાં પ્રધાન હોય ત્યાં સવદલ કાર્ અને ૨. જ્યાં કઈ અચેતન પદા વાકયમાં પ્રધાન હોય ત્યાં ઉપમાદિ અલંકાર છે એમ માનવુ. એમનુ કહેવું એવું છે કે જ્યાં અચેતન પદાર્થ જ પ્રધાન હોય ત્યાં તેનામાં ચિત્તવૃત્તિ જ ન હેાઈ રસાદિ સ ંભવતાં જ નથી, અને ત્યાં રસવદલ કારને પણ અવકાશ નથી. એટલે એવે સ્થાને ઉપમાદિ અલંકારા અને જ્યાં ચેતન પદાર્થો પ્રધાન હાય ત્યાં જ રસવદલ કાર માનીએ એ યેાગ્ય છે. એના જવાબમાં હવે. કહે છે કે
આ રીતે ઉપર બતાવ્યું તેમ ધ્વનિ, ઉપમાદિ અલ કાર અને રસવદલ'કારનાં ક્ષેત્ર અલગ અલગ થઈ જાય છે. એથી વિરુદ્ધ જો એમ માનીએ કે જ્યારે ચેતન પદાર્થ વાકથા રૂપ એટલે કે પ્રધાન હાય છે ત્યારે રસવદલકાર થાય છે, તા ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર અત્યંત સંકુચિત અથવા નહિ જેવું જ થઈ જશે. કારણુ, જ્યાં અચેતન વસ્તુને વૃત્તાંત પ્રધાન હાય છે ત્યાં પણ કાઈ ને કાઈ રીતે ચેતન વસ્તુના વૃત્તાંતની ચેાજના થયેલી હાય છે. અને ચેતનપદાર્થીના વૃત્તાંતની ચેાજના હાવા છતાં જ્યાં અચેતન પદાના વૃત્તાંત જ પ્રધાન વાકવાથ હાય ત્યાં રસવદલ'કાર ન થઈ શકે એમ કહેા તા તા રસના ભંડારરૂપ બહુ મોટા કાવ્યસમૂહ નીરસ છે, એમ કહેવાના વારે। આવશે. જેમ કે
—
“ ખરેખર મારા અનેક અપરાધાને સભારીને મારી
અસહિષ્ણુ પ્રિયા જ આ નદીના રૂપમાં પલટાઈ ગઈ છે. તરંગા