________________
ઉદ્યોત ર-૭ ].
માધુર્યને આશ્રય [ ૭૭ રહેલા ગુણો જેવા છે અને એ “ગુણ” નામે ઓળખાય છે; તથા તેના અંગભૂત શબ્દ અને અર્થને આશ્રયે રહેલા જે ધર્મો છે તે કટકકુંડળ વગેરે અંગોના અલંકાર જેવા છે અને તે “અલંકાર' નામે ઓળખાય છે. અને એ ગુણે અને અલંકારો આત્મારૂપી રસથી તેમ જ એકબીજાથી પણ ભિન્ન છે. એને અર્થ એ થયો કે રસ, ગુણ અને અલંકાર એ ત્રણ એકબીજાથી ભિન્ન પદાર્થો છે અને તેમાં ગુણો રસને આશ્રયે રહેલા છે અને અલંકાર કાવ્યના અંગરૂપ શબ્દાર્થને આશ્રયે રહેલા છે. (૨) ગુણ અને અલંકાર પરસ્પર ભિન્ન છે એ અર્થ ન લેવો હોય તો કારિકાના પ્રથમાઈને દષ્ટાંતરૂપ ગણ એમ કહે છે અને એમ કરીએ તો અર્થ એ થાય કે જેમ ગુણ એટલે આત્મા અને ગુણ બે ભિન્ન છે, તેમ અલંકાર્ય (રસ) અને અલંકાર પણ ભિન્ન છે.
હવે અહીં પ્રશ્ન એ છે કે માધુર્યાદિ ગુણો તો શબ્દ અને અર્થના ગુણે કહેવાય છે, છતાં તમે એમ કેમ કહે છે કે એ રસાદિ આત્માને આશ્રયે રહેલા હોય છે ? એનો જવાબ આપવા માટે સાતમી કારિકામાં કહ્યું છે કે – માધુને આશ્રય
તે ઉપરાંત–
શૃંગાર એ જ પરમ આનંદ આપનાર મધુર રસ છે. એ શૃંગારરસમય કાવ્યને આશ્રયે જ માધુર્ય ગુણ રહેલો હોય છે. આને સમજાવતાં વૃત્તિમાં કહ્યું છે કે –
શૃંગાર જ બીજા રસો કરતાં વધુ મધુર છે. કારણ, એ. આનંદદાયક છે. એ શૃંગારને પ્રગટ કરનારા શબ્દો અને અર્ધોવાણું હેવાને લીધે જ કાવ્યમાં માધુર્ય નામનો ગુણ હોય છે. શ્રવ્યત્વ એટલે કે કાનને સુખકર લાગવાને ગુણ તે આજે ગુણમાં પણ હોય છે. એ કંઈ એકલા માધુર્યને ગુણ નથી. - વૃત્તિનું વિવરણ કરતાં બેચનકાર કહે છે કે શૃંગારને પરમ આનંદદાયક એટલા માટે કહ્યો છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ બધાંમાં જ રતિની વાસના અવિચ્છિન્નપણે રહેલી હોય છે અને સૌને એની અભિલાષા રહે છે.