________________
૮૦ ] એગુણને આશ્રય
[ વન્યાલોક - [વેગથી ફરતી ભુજાઓ વડે ઘુમાવાતી પ્રચંડ ગદાના ચારે બાજુએથી ઘા થતાં જાંઘે છુંદાઈ જવાથી જેને ઊભા થવાની શક્તિ રહી નથી એવા સુધન કહેતાં દુર્યોધનનું અપમાન કરીને તેના ઘાડા તાજા લોહીથી લાલ હાથવાળે આ ભીમ, હે દેવી, તારા (છૂટા) વાળને ફરી બાંધશે. ]
આ શ્લોકમાં દીર્ઘસમાસરચનાથી અલંકૃત થયેલી વાક્યરચના ચિત્તવિસ્તારરૂપ દીપ્તિને વ્યક્ત કરે છે માટે એ જે ગુણનું ઉદાહરણ બને છે.
આજે ગુણને પ્રગટ કરનાર અર્થને દીર્ઘ સમાસરચનાની હંમેશાં જરૂર નથી હોતી. સાદી પ્રાસાદિક રચના પણ એવા. અર્થને પ્રગટ કરી શકે છે. જેમ કે –
यो यः शस्त्रं बिभर्ति स्वभुजगुरुमदः पाण्डवीनां चमनां, . यो यः पाञ्चालगोत्रे शिशुरधिकवया गर्भशय्यां गतो वा। यो यस्तत्कर्मसाक्षी चरति मयि रणे यश्च यश्च प्रतीपः क्रोधान्धस्तस्य तस्य स्वयमपि जगतामन्तकस्यान्तकोऽहम् ।।
[ પાંડવોની સેનામાં જેને જેને પોતાના ભુજબળનો ભારે ગર્વ છે, પાંચાલ વંશમાં જે કઈ બાળક, મોટી ઉમરને કે ગર્ભમાં રહેલો છે, જે જે એ કર્મના સાક્ષી છે, અથવા હું
જ્યારે યુદ્ધે ચડું ત્યારે જે કંઈ મારો વિરોધ કરશે તે ભલેને આખા જગતનો અંત લાવનાર યમ હશે તોયે કીધાંધ એ. હું તેને નાશ કરીશ.]
આ બંને ઉદાહરણમાં (અનુક્રમે) શબ્દ અને અર્થ બંને. આજે ગુણ ધરાવે છે.
પહેલા ઉદાહરણમાં દીર્ઘ સમાસવાળી રચના છે એટલે ત્યાં શબ્દ ઓજસના અભિવ્યંજક છે અને બીજા ઉદાહરણમાં સમાસ વગરની રચના છે પણ ત્યાં અર્થ અલગઅલગ અને એક પછી એક આવીને ક્રોધમાં વધારો કરતા રહે છે તેથી સમાસ વગરની રચનાથી જ દીપ્તિ સધાઈ છે.
અહીં લોચનકાર વધુમાં કહે છે કે ઉપરની ચર્ચામાં એ બતાવવામાં આવ્યું કે માધુર્ય અને ઓજસ, પરસ્પરવિરોધી એવા શૃંગારાદિ અને રૌદ્રાદિ