________________
ઉદ્યોત ૨-૯ ]
આજે ગુણને આશ્રય [ ૭૯ એ પછી જો ગુણની બાબતમાં કહે છે – એજોગુણને આશ્રય
કાવ્યમાં રહેલા રૌદ્ર વગેરે રસોનું લક્ષણ દીપ્તિ છે. એ દીતિને વ્યક્ત કરવામાં જે શબ્દો અને અર્થો કારણભૂત હોય છે તેને આશ્રયે આજે ગુણ રહેલો હોય છે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
સાચે જ, શૈદ્ર વગેરે રસ ભારે દીપ્તિ એટલે કે ઉજજવળતા ઉત્પન્ન કરે છે અને માટે લક્ષણથી એ રૌદ્રાદિ રસને જ દીતિ કહેવામાં આવે છે. એ દીપ્તિને વ્યક્ત કરનાર શબ્દ દીર્ઘ સમાસરચનાથી અલંકૃત વાક્ય હોય છે.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે “રૌદ્ર વગેરે' કહ્યું છે તેને અર્થ રૌદ્રની જાતના વીર અને અભુતને પણ એમાં સમાવેશ કરવાને છે. એ રસો દીપ્તિ ઉત્પન્ન કરે છે એટલે કે ભાવકના હૃદયમાં વિકાસ, વિસ્તાર અને પ્રજવલનરૂપ ચિત્તવૃત્તિ પેદા કરે છે. મુખ્યપણે એ દીપ્તિને જ ઓજસ કહે છે. રૌદ્રાદિ રસો દીપ્તિમય હોય છે એટલે કે એ રસ દીપ્તિ ઉત્પન્ન કરે છે. એ રોદ્રાદિ રસ કારણ છે અને તેનાથી ઉત્પન્ન થતું આસ્વાદનરૂપ કાર્ય તે દીપ્તિ નામની ચિત્તવૃત્તિ. દીપ્તિ જ રૌદ્રાદિ રસને બીજા રસોથી જુદા પાડે છે. રૌદ્રાદિ રસ કારણ છે અને દીપ્તિ અથવા ઓજસ એ કાર્ય છે, એટલે કારણે પણ કાર્યને નામે ઓળખાય એ ન્યાયે એ રસો પણ ઓજસ નામે ઓળખાય છે. અને લક્ષણ લક્ષણથી દીપ્તિને પ્રગટ કરવાની શક્તિ ધરાવનાર દીર્ઘ સમાસવાળા વાક્યને પણ દીપ્તિ કહે છે. અને દીતિને વ્યક્ત કરનાર અર્થ પણ દીર્ઘ સમાસવાળો ન હોય તોયે દીપ્તિ નામે જ ઓળખાય છે. એનું ઉદાહરણ હવે પછી આવનાર “યો :” શ્લેકમાં જોવા મળે છે. દીર્ઘ સમાસવાળું એજ ગુણનું ઉદાહરણ –
चश्चद्भजभ्रमितचण्डगदाभिघातसञ्चूर्णितोरुयुगलस्य सुयोधनस्य ।
ત્યાનાવવાનશોજિતરાઇifળरुत्तंसयिष्यति कचांस्तव देवि भीम: ॥