________________
- ઉદ્યોત ૨-૫ ]
દવનિ, ઉપમાદિ અને રસવતનાં ક્ષેત્ર [ ૭૩ વિરોધ ટાળવાના ઉપાય
આ વિરોધી રસોનો વિરોધ ટાળવાનો ઉપાય એવો બતાવેલ છે કે (૧) જે એમનું કેવળ સ્મરણાત્મક વર્ણન હોય, (૨) અથવા બંનેનું સમાન ભાવે વર્ણન હેય એટલે કે કોઈ પ્રધાન અને કઈ ગૌણ ન હોય, અથવા (૩) બંને કોઈ ત્રીજાના અંગરૂપે વર્ણવાયા હોય તો આ ત્રણ સ્થિતિમાં એ રસો વિરોધી ન ગણાય, એટલે કે એમનું નિરૂપણ દોષ ન મનાય. અહીં વિપ્રલંભ અને કરુણનું એકસાથે વર્ણન કર્યું છે, પણ એ બંને શિવની ભક્તિરૂ૫ રતિનાં અંગ છે એટલે એમાં દોષ નથી, એમ કહ્યું છે. અને આગળ જતાં કહે છે કે
જ્યાં રસ વાયાર્થ એટલે કે પ્રધાન હોય છે ત્યાં તે (તે પોતે જ અલંકાય હેઈ) તેને અલંકાર કેવી રીતે માની શકાય? કારણ કે ચારુત્વહેતુને જ અલંકાર કહે છે એ જાણીતી વાત છે. તે પોતે અલંકાર્ય હોઈ, પિતાના ચારુ વન હેતુ પતે ન જ બની શકે. એટલે આ બધાને સાર એ થયો કે –
રસભાવાદિને અનુલક્ષીને એટલે કે તેમને પ્રધાન ગણીને તેમના અંગરૂપે જ અલંકારોની જના કરવામાં આવે તો જ બધા અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થાય છે.
અહીં કહેવાની મતલબ એ છે કે અલંકારનું કામ કાવ્યમાં રસાદિને ફુટ અને પુષ્ટ કરવાનું છે. એ ઉદેશને ધ્યાનમાં રાખીને અલંકારની યોજના કરવામાં આવે તો જ તે અલંકાર બને છે, તો જ તેની યોજનાનો હેતુ સિદ્ધ થાય છે. બધા જ અલંકારોની બાબતમાં આ લાગુ પડે છે. હવે આગળ કહે છે કેવનિ, ઉપમાદિ અને રસવતનાં ક્ષેત્ર
એટલા માટે જ્યાં રસાદિ વાક્યાર્થરૂપ હોય એટલે કે પ્રધાન હોય તેવાં બધાં સ્થાને રસાદિ અલંકારનો વિષય નથી હતાં, પણ તે ધ્વનિ (રસાદિદવનિ)ના જ પ્રકાર હોય છે. એ રસાદિધ્વનિના ઉપમા વગેરે અલંકારે હોય છે. પરંતુ જ્યાં કેઈ બીજો અર્થ વાક્યર્થ એટલે કે પ્રધાન હોય છે અને રસાદિ તેની શોભા વધારતા હોય છે, ત્યાં રસાદિ અલંકારને વિષય ગણાય, એટલે કે ત્યાં રસાદિ અલંકાર ગણાય.