________________
ઉદ્યોત -૩ ]
રસાદિની સમજૂતી [ ૬૭ અહીં ભગવાન શંકર પ્રત્યેની રતિ એટલે કે પ્રેમ પ્રગટ થયે છે માટે એ ભાવ કહેવાય.
પ્રધાનરૂપે વ્યંજિત થયેલા વ્યભિચારી ભાવનું ઉદાહરણઃ
આજે સ્વપ્નમાં કોપથી આડું જઈ ઊભી રહેલી પ્રિયતમા મેં જોઈ મને અડશે નહિ” એમ હાથ વડે સૂચવતી રડતી રડતી તે આગળ ચાલવા લાગી. તેને આલિંગીને અનેક ચાટુ વચનો વડે આશ્વાસન આપું એટલામાં તો, હે ભાઈ, શઠ વિધિએ મારી નિદ્રા હરી લીધી.”
અહીં વિધિ પ્રત્યેનો અસૂયારૂપી વ્યભિચારી ભાવ પ્રધાનપણે વ્યંજિત થયે છે એટલે એ ભાવ કહેવાય.
રસાભાસનું ઉદાહરણઃ
“દૂરથી આકર્ષણ કરનાર મોહમંત્રના જેવું તેનું નામ જ્યારથી ભારે કાને પડયું છે ત્યારથી મારું ચિત્ત એક ક્ષણ પણ તેના વિના સ્થિર રહેતું નથી. બીજા વિષયોમાંથી ભારી રુચિ મરી ગઈ છે. હું વિહવલ બની ગયો છું. મારાં આ અનંગાતુર અંગો વડે હું તેને પ્રાપ્ત કરવાનું સુખ કેવી રીતે મેળવી શકું એ મને સ્પષ્ટ સમજાતું નથી.”
અહીં રાવણની સીતા પ્રત્યેની રતિ વ્યંજિત થાય છે. સીતાને રાવણ પ્રત્યે પ્રેમ નથી એટલે રાવણને પ્રેમ એકપક્ષી છે. તેથી એમાં અનૌચિત્ય પ્રવેશ્ય છે. એટલે આ શૃંગાર રસને નહિ પણ શૃંગારાભાસને દાખલો થાય.
ભાવાભાસનું ઉદાહરણ :
“પૂનમના ચંદ્ર જેવા મુખવાળી, ચંચળ અને દીર્ધ નયનવાળી, સ્મિત કરતા યૌવન વડે તરંગિત વિલાસે જેના અંગમાં છે એવી એ છે. તો હું શું કરું ? એની મૈત્રી કેવી રીતે થાય ? તે મારો સ્વીકાર કરે એ માટે મારે શું કરવું?”
આમાં રાવણની સીતાવિષયક ચિંતા વ્યંજિત થયેલી છે, એટલે એકપક્ષી રતિને કારણે એમાં અનૌચિત્ય પ્રવેશ્ય છે. તેથી એ ભાવાભાસનું ઉદાહરણ ગણાય.
ભાવોદયનું ઉદાહરણ :
એક શયનમાં શોકનું નામ લેવાથી એકદમ રીસે ભરાઈને ગ્લાનિ પામેલી મુગ્ધાએ ચાક્તિ કરવા છતાં પણ પ્રિયતમને તુચ્છકારી કાઢતાં તે