________________
ઉદ્યોત ૨-૪-૫ ]
રસવલિંકાર અને વનિની ભિન્નતા [ ૬૯ રસવદલકાર અને વનિની ભિન્નતા
હવે રસવદલંકાર કરતાં વનિને વિષય જુદો છે એમ બતાવવામાં આવે છે.
જ્યાં વિવિધ પ્રકારના વાચક (શબ્દ), વાચ્ય (અર્થ) અને તેમના ચારુત્વસાધક (અલંકારો) રસાદિને વ્યક્ત કરવા જ આવ્યા હોય તે ધ્વનિને વિષય કહેતાં ક્ષેત્ર ગણાય. આને સમજાવતાં વૃત્તિમાં કહે છે કે –
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ અને ભાવશાંતિ વગેરે જેમાં મુખ્ય હોય અને જેમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર તથા ગુણો એના અનુગામી હોય અને તેઓ પરસ્પર એકબીજાથી અલગ રૂપે દવનિની દૃષ્ટિએ વ્યવસ્થિત થયા હોય તેને દવનિ કાવ્ય કહે છે. રસવદહંકારને વિષય
પણ જે કઈ કાવ્યમાં પ્રધાન વાક્યર્થ બીજે હોય અને રસાદિ તેનાં અંગરૂપે (અપ્રધાન રૂપે) આવેલાં હોય તે તે કાવ્યમાં રસાદિ અલંકાર ગણાય એ મારે મત છે. અને વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે
બીજાઓએ રસવદલંકારનું ક્ષેત્ર સમજાવેલું છે, તેમ છતાં જે કાવ્યમાં. બીજે કઈ અર્થ પ્રધાનપણે વાકક્ષાર્થ બનતે હોય અને તેનાં અંગરૂપે જે રસાદિ આવતાં હોય તેને સમાવેશ રસાદિ અલંકારમાં થાય છે એ મારો અભિપ્રાય છે. જેમ કે ચાક્તિઓમાં પ્રેયોલંકાર પ્રધાન વાક્યર્થ હોવા છતાં ત્યાં રસાદિ અંગરૂપે આવેલા જોવામાં આવે છે.
આનો અર્થ એ છે કે જ્યારે કાવ્યમાં બીજે કઈ અર્થ એટલે કે -રસરૂપ, વસ્તુમાત્ર રૂપ કે અલંકારરૂપ કોઈ અર્થ પ્રધાન હોય અને રસાદિ