________________
૨૬ ] સમાસાક્તિમાં ધ્વનિના અતર્ભાવના નિષેધ
[ ધ્વન્યાલાક
કદાચ કોઈ એમ કહે, કે જે અલંકારાદિમાં પ્રતીયમાન અર્થની સ્પષ્ટપણે પ્રતીતિ ન થતી હોય, તેમાં ધ્વનિના અંતર્ભાવ થાય છે, એમ ભલે ન માને, પણ જ્યાં એવી પ્રતીતિ થતી હાય ત્યાં – એટલે કે સમાસેાક્તિ, આક્ષેપ, કારણુ ન કહ્યું હાય એવી વિશેષાક્તિ, પર્યાચાક્ત, અપવ્રુતિ, દીપક, સંકર વગેરે અલકારામાં – તા ધ્વનિના અંતર્ભાવ માનવા જ જોઈ એ. એનેા નિરાસ કરવા માટે કહ્યું છે કે “ જેમાં અથ પેાતાને અથવા શબ્દ પેાતાના અને ગૌણ ખનાવી દઈ” વગેરે, એના અ એ છે કે જયાં અથ પેાતાને અથવા શબ્દ પેાતાના અભિધેયાને ગૌણુ મનાવી દે અને બીજા અને વ્યક્ત કરે તે કાવ્યને ધ્વનિ કહેવાય. એ ધ્વનિના સમાસેાક્તિ વગેરેમાં શી રીતે સમાવેશ થઈ શકે ? વ્યંગ્યા પ્રધાન હોય ત્યારે જ ધ્વનિ કહેવાય, અને સમાસેાક્તિ વગેરેમાં વ્યંગ્યાથ પ્રધાન હાતા નથી.
[હવે પછી ઉપર ગણાવેલા વ્યંગ્યગર્ભ અલંકારામાં ધ્વનિને સમાવેશ ન થઈ શકે એમ પ્રત્યેક અલંકાર લઈને વિગતે બતાવેલુ છે. એ બધી ચર્ચા મુખ્ય સિદ્ધાંત સમજવા માટે આવશ્યક નથી, એટલે જેમને એમાં રસ ન હોય તે, એ આખી ચર્ચાને સાર જે ત્રણ શ્લાકમાં આપેલ છે ત્યાંથી વાંચવાનું શરૂ કરે તેાયે ચાલે. ]
સમાસાક્તિમાં ધ્વનિના અતર્ભાવને નિષેધ
સમાસેાક્તિમાં તે
-
उपोढरागेण विलोलतारकं
तथा गृहीतं शशिना निशामुखम् । यथा समस्तं तिमिरांशुकं तथा पुरोऽपि रागाद् गलितं न लक्षितम् ॥
[ પ્રગાઢ રાગ (લાલી; પ્રેમ ) થી ચંદ્રે વિલેાલ તારા (તારાકીકી ) વાળા નિશાના મુખ (પ્રારંભ; સુખ)ને એવી રીતે પકડી લીધું ( વ્યાપી લીધું; ચુંખ્યું) કે રાગ (લાલી; પ્રેમ )ને