________________
ઉદ્યોત ૧-૧૬ ]
બીજા વિકલ્પનું ખંડન [ ૫૩ ન રહી. અને સુંદરતાના પર્યાય તરીકે જ એ વપરાવા લાગ્યો. “કુશલ” શબ્દને પણ મૂળ અર્થ તો “કુશ કહેતાં દાભને વાઢનાર” એવો થાય. સૌ જાણે છે કે દાભ વાઢતી વખતે ખૂબ સાવધ રહેવું પડે છે, દાભને પકડવામાં આવડતની જરૂર પડે છે. એ ઉપરથી કોઈ પણ વિષયમાં હોશિયાર હોય, આવડત ધરાવતો હોય, તેને કુશળ કહીએ છીએ. આજે બહુ ઓછા લોકો કુશલ આ મૂળ અર્થ જાણતા હશે. એટલે આજે એ શબ્દમાં લક્ષણ રહી નથી. “હોશિયાર ”ને એ પર્યાય જ બની ગયો છે. આ બધા રૂઢિ લક્ષણાના દાખલા છે. એમાં કઈ પ્રજન નથી હોતું, અને માટે જ વ્યંજનાને વ્યાપાર પણ નથી હોતો. અને એમ હોઈ એવા શબ્દોને ધ્વનિ કહી શકાય જ નહિ. તેમ છતાં કેટલીક વાર એ શબ્દોના મૂળ અર્થનો પણ સંકેત થાય એ રીતે એમને પ્રવેગ થતો હોય છે, અને ત્યારે જરૂર ત્યાં ધ્વનિ સંભવે છે. જેમ કે બિહારી સતસઈની એક પંક્તિ આ પ્રમાણે છે:
“સગુન સલોને રૂપકી જુન ચખ તૃષા બુઝાઈ” એનું ગુજરાતી કરીએ તો
સગુણ સલૂણા રૂપની નયનતૃષા નવ છીપે” એવું થાય. ખારું પાણી ગમે તેટલું પીએ તોયે તેથી તરસ છીપતી નથી. અહીં નાયિકાના દેહનું સૌંદર્ય એવું છે કે એને જોતાં આંખો ધરાતી નથી. એ કહેવા માટે આ પંક્તિ લખાઈ છે. એમાં “સલૂણા” શબ્દના બંને અર્થો, લાવણ્યયુક્ત” અને “મીઠાવાળું” વિવિક્ષિત છે. એટલે અહીં રૂઢિ લક્ષણમાં વ્યંગ્યાર્થ રહેલે લાગે છે, તેમ છતાં એ વ્યંગ્યાર્થ કેવળ “સલૂણું” શબ્દથી નથી સમજાતે, પણ આખા વાક્યના સંદર્ભમાંથી વ્યંજના દ્વારા સમજાય છે. આંખની તરસ છીપતી નથી.” એમ કહ્યું છે માટે આપણે “સલૂણ'ને અર્થ મીઠાવાળું, “ખાસ” એવો લેવા પ્રેરાઈએ છીએ. આથી સ્પષ્ટ થશે કે રૂઢિ લક્ષણમાં વ્યંગ્યાર્થ હોતો નથી, એ તો પ્રજનવતી લક્ષણમાં જ હોય છે.
ઉપરના વિવેચન ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે લક્ષણને જે આપણે વનિનું લક્ષણ માનીએ તે જ્યાં જ્યાં લક્ષણું હોય ત્યાં ત્યાં ધ્વનિ હોવો જોઈએ. પણ આપણે જોયું કે એવું નથી. અનેક દાખલા એવા મળે છે, જેમાં લક્ષણ હોવા છતાં વનિ નથી હોતો. એને અર્થ એ થયો કે એ વ્યાખ્યામાં અતિવ્યાપ્તિનો દોષ છે. કારણ, જ્યાં ધ્વનિ ન હોય એવા દાખલાને પણ એ લાગુ પડે છે.
વળી,