________________
ઉદ્યોત, ૧-૧૪ ૩ ]
બીજા વિકલ્પનું ખંડન [ ૫૧ પુનરુક્તિ કોઈ ઉક્તિની થઈ શકે, ક્રિયાઓની નહિ. એટલે અહીં મુખ્ય અર્થ બાધિત થતાં લક્ષણાથી એનો અર્થ “કંટાળાજનક કે નાવીન્ય રહિત” એવો કરીએ છીએ. પણ સીધું એમ કહ્યું હોત તોયે સૌંદર્યને કંઈ હાનિ પહોંચવાની નહતી કે પુનરુકિત કહેવાથી કંઈ ખાસ સૌદર્ય આવ્યું છે એવું પણ નથી.
એવું જ ત્રીજું ઉદાહરણ
સ્વરાચારી સ્ત્રીઓ ક્રોધે ભરાયેલી હોય કે પ્રસન્ન હોય, રડતી હોય કે હસતી હોય, ગમે તે સ્થિતિમાં તેને ગ્રહણ કરે, તે હદય હરી લીધા વગર રહેતી નથી.”
ગ્રહણ કોઈ વસ્તુનું થાય, સ્ત્રીનું નહિ, તેમ જ હરણું પણ કઈ મૂર્ત વસ્તુનું થાય, હૃદયનું નહિ. એટલે અહીં લક્ષણથી “ગ્રહણ કરવું 'નો અર્થ
સ્વીકારવું' કે “ભોગવવું અને “હરણ કરવું' નો અર્થ “વિશ કરી લેવું” એવો કર્યો છે. એમાંયે ખાસ કશું સૌંદર્ય નથી.
એવું જ ચોથું ઉદાહરણ –
પ્રિયતમે પોતાની નવોઢા પત્નીના સ્તન ઉપર, તે નવી હેવાને કારણે, હળવેથી પ્રહારનું પ્રદાન કર્યું, પણ તે પ્રહાર કેમળ હેવા છતાં સપનીઓના હૃદયને અસહ્ય થઈ પડ્યો.”
અહીં પણ “દાન' કોઈ વસ્તુનું થાય, પ્રહારનું નહિ, એટલે લક્ષણથી એનો અર્થ “પ્રહાર કર્યો’ એ લઈએ છીએ, અને એ પણ કશા ખાસ સૌંદર્ય વગરને પ્રયોગ છે.
એવું જ પાંચમું ઉદાહરણ –
“શેરડી પારકાને માટે પીડા અનુભવે છે (પિલાય છે), ભાંગવા છતાં મીઠી જ રહે છે, જેને વિકાર (એટલે કે જેમાંથી અને ગાળ) પણ સૌને ગમતો હોય છે, એવી શેરડી જે અત્યંત ખરાબ જમીનમાં પડીને વધી નહિ શકી તે એમાં દોષ એ શેરડીનો છે? અને કસ વગરની ભૂમિને નથી ?”
આમાં શેરડી નિર્જીવ હોઈ અનુભવ કરી ન શકે, એટલે લક્ષણથી પીડા અનુભવે છે ને અર્થ “પિલાય છે” એવો કરીએ છીએ, એ પ્રયોગથી કોઈ ખાસ સૌદર્ય સધાતું નથી.