________________
૫૦ ] બીજા વિકલ્પનું ખંડન
[દવન્યાલક નથી. આમ, વ્યંજના વગરની લક્ષણ અને લક્ષણ વગરની પણ વ્યંજના સંભવે છે, એટલે એ બે એક જ ન હોય. બીજા વિકલ્પનું ખંડન
કદાચ કોઈ એમ કહે કે લક્ષણ અને ધ્વનિ ભલે એકરૂપ ન હોય, તે લક્ષણને ઇવનિનું લક્ષણ તે ગણી શકાય ને ? એને હવે જવાબ આપે છે –
લક્ષણું એ ધ્વનિનું લક્ષણ પણ નથી, કારણ, એમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ બંને દેષ આવે છે.
અતિવ્યાપ્તિ દેષ એ રીતે આવે છે કે જ્યાં ધ્વનિ નથી હતો ત્યાં પણ લક્ષણ સંભવે છે. જ્યાં વ્યંગ્યને કારણે ખાસ ચાતા આવતી ન હોય ત્યાં પણ કવિઓ પ્રસિદ્ધિને કારણે લક્ષણ વૃત્તિથી શબ્દનો ઉપગ કરતા જોવામાં આવે છે. જેમકે –
પદ્મપત્રની આ પથારી કૃશાંગીના સંતાપને કહી આપે છેઃ એને ઉપલા અને નીચલે બંને ભાગ પુષ્ટ સ્તન અને નિતંબના ભારથી ચીમળાઈ ગયા છે. શરીરને મધ્ય ભાગ એટલે કે કટિ પાતળી હોઈ તે પાંદડાને અડી નથી, એટલે તેટલે ભાગ લીલો રહ્યો છે, અને અહીં તેની ભુજલતા વારેવારે પછડાવાથી એ ભાગ અસ્તવ્યસ્ત થઈ ગયો છે.”
આ લેકમાં “ કહી આપે છે” (રતિ) એમ કહ્યું છે, પણ કહેવું” એ ચેતનનું કામ છે, એટલે મુખ્યાર્થ બાધિત થતાં અહીં લક્ષણથી એને અર્થ “સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે' એવો કરીએ છીએ. કવિએ એ જ શબ્દો વાપર્યા હોત તોયે કશી સોંદર્ય હાનિ થવાની નહોતી, અને “કહી આપે છે” એમ કહેવાથી કશું વિશેષ સૌદર્ય આવી જતું નથી.
એવું જ બીજુ ઉદાહરણ –
પ્રિયજનને સે વાર આલિંગન આપવામાં આવે છે, હજાર વાર ચુંબન કરવામાં આવે છે, રહી રહીને ફરી રમણ કરવામાં આવે છે, પણ એમાં પુનરુક્તિ નથી લાગતી. ”