________________
૫] બીજા વિકલ્પનું ખંડન
[ ધ્વન્યાક પણ થાય છે, તેયે શૈત્ય અને પાવનત્વને જે અર્થ આપણે અહીં લેવા માગીએ છીએ તેને “ગંગાતટ સાથે સંબંધ નથી. એ ધર્મો તે ગંગાના છે. વળી લક્ષણનો ફરી આશ્રય લેવા માટે કઈ પ્રયજન બતાવવું પડે, તે પણ અહીં બતાવી શકાય એમ નથી. ધારો કે ગમે તે કોઈ પ્રયોજન બતાવ્યું, તો તેની સિદ્ધિ માટે ફરી લક્ષણાનો આશ્રય લેવો પડે અને તેને માટે નવું પ્રયજન કલ્પવું પડે અને તેને માટે ફરી બીજી લક્ષણાને આશ્રય લેવો પડે. એમ એને પાર જ ન આવે, અનવસ્થા જ પેદા થાય. એટલે કહ્યું છે કે શૈત્યપાવનત્વરૂપ પ્રજનનો બોધ તો “ગંગા” શબ્દ જ કરાવી શકે એમ છે, માત્ર એ માટે એણે એની વપરાઈ ગયેલી અભિધા અને લક્ષણ વૃત્તિ સિવાયની ત્રીજી વ્યંજનાવૃત્તિનો આશ્રય લેવો જોઈએ. આ બતાવે છે કે લક્ષણાનું કામ ફક્ત અભિધાથી પ્રાપ્ત થતા મુખ્યાર્થીની બાધા દૂર કરવાનું છે, એને આધાર વાચવાચકભાવ ઉપર છે, એ અભિધાની જ પૂછડી છે.
માટે–
ગુણવૃત્તિ એટલે કે લક્ષણા વાચકત્વને આશ્રયે છે, તો એકમાત્ર વ્યંજકત્વને જ આધારે રહેલા વનિનું એ શી રીતે લક્ષણ બની શકે?
એટલે, ધ્વનિ અલગ છે અને લક્ષણ અલગ છે. વળી, એ વ્યાખ્યામાં આવ્યાપ્તિદોષ પણ છે, કારણ, લક્ષણમાં વિવક્ષિતાન્યપરવાથ્યને, જેમાં સ્વપ્ન પણ વાચ્યતાને ન પામતા રસાદિને સમાવેશ થાય છે તેને, તેમ જ બીજા અનેક પ્રકારોને સમાવેશ થતો નથી. એટલા માટે લક્ષણા ધ્વનિનું લક્ષણ ન બની શકે.
અહીં દલીલ એવી છે કે વિવક્ષિતા પરવાગ્યે ધ્વનિમાં કંઈ મુખ્યાર્થ બાધિત થતો નથી, એટલે ત્યાં લક્ષણાને અવકાશ જ નથી, તેથી જો તમે લક્ષણાને ધ્વનિનું લક્ષણ માને તો એ અને એવા બીજા અનેક પ્રકારો બાદ રહી જશે. આમ, એ વ્યાખ્યામાં અવ્યાપ્તિ દોષ પણ છે. લક્ષણ ધ્વનિની વ્યાખ્યા પણ ન બની શકે એમ બતાવ્યા પછી છેવટે કહે છે કે –