________________
ઉદ્યોત ૧-૧૭ ]
બીજા વિકલ્પનું ખંડન [ પપ
સાથેના નિકટતાના સંબંધને આધારે ગંગા'ને અર્થ ગ’ગાતટ' એવા કરે છે. આમ કરવાથી જે ખાધા હતી, કે જળ પ્રવાહ ઉપર ઝૂંપડું ન હાઈ શકે, તે દૂર થાય છે. આમ, લક્ષણાથી પ્રાપ્ત થતા અર્થ બાધાનું નિવારણ કરે છે. ત્યાં જ લક્ષણાનું કામ પૂરું થાય છે, એની શક્તિ ત્યાં જ વિરમી જાય છે. પણ શીતળતા અને પવિત્રતાના ખેધ કરાવવાનું પ્રયાજન તા અસિદ્ધ જ રહે છે. એ અર્થના મેધ ગંગા' શબ્દ કરાવી શકે એમ છે. પણ એ શબ્દની અભિધાશક્તિ અને લક્ષણાશક્તિ વાચ્ય અને લક્ષ્ય અને ખેાધ કરાવી વિરમી ગઈ છે. આથી પ્રયેાજનરૂપી નવા અ વ્યક્ત કરવા માટે એણે ત્રીજી શક્તિ વ્યંજનાની મદદ લેવી પડશે. એ વ્યંજના શક્તિ ‘ગંગા' શબ્દ દ્વારા શીતળતા અને પવિત્રતાના મેધ કરાવી વકતાનું પ્રયાજન સિદ્ધ કરે છે. ગંગા' શબ્દ એ અનેા ખેાધ ન કરાવી શકતા હાય તા એને ઉપયાગ જ દેષયુક્ત ઠરે—એ વાપરવામાં જ ભૂલ થઈ ગણાય. પણ એમ નથી. એ શબ્દ એ અર્થા મેધ કરાવી શકે એમ છે, પણ એ માટે એણે વ્યંજનાવૃત્તિની મદદ લેવી પડે છે. આમ, આપણે જોયું કે અભિધાવૃત્તિનું કામ મુખ્યાનેા ખેાધ કરાવવાનું છે, એ અ બાધિત થતાં, લક્ષણાવૃત્તિનું કામ લક્ષ્યાર્થીના ખાધ કરાવી બાધા દૂર કરવાનું છે, જયારે વ્યંજનાવૃત્તિનું કામ પ્રયાજનનેા મેાધ કરાવવાનું છે. આમ, લક્ષણાવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ બંનેના વિષય જ જુદા છે, એટલે પણ એ એ એક ન જ હાઈ શકે. અને માટે લક્ષણા એ ધ્વનિનું લક્ષણ પણ ન બની શકે.
t
હવે, વૃત્તિમાં જે એમ કહ્યું છે કે પ્રયેાજનને વ્યક્ત કરવામાં શબ્દ જો અમુખ્ય થઈ જતેા હાય, એટલે કે તેને પાછા અમુખ્યવૃત્તિને કહેતાં લક્ષણાવૃત્તિને આશ્રય લેવા પડતા હોય તે તેને પ્રયાગ જ દેોષયુક્ત ઠરે
એના અ એવા છે કે લક્ષણાવાદીએ પ્રયેાજન માટે ફરી લક્ષણાનેા આશ્રય લેવાની વાત કરે તેા તેનું પણ અહીં ખંડન કરવામાં આવ્યું છે. તે એ રીતે, કે પ્રયેાજનોધ માટે ફરી લક્ષણાને આશ્રય લેવા હાય તેા મુખ્યા આધ થવા જોઈએ, જે બીજો અથ લઈએ તેને મુખ્યાર્થ સાથે સબંધ હાવા જોઈએ, અને એને માટે કાઈ પ્રયાજન પણ હાવું જોઈએ. આમની એકે શરત અહીં પૂરી પડતી નથી. પહેલી વાર લક્ષણાનેા આશ્રય લઈ આપણે ‘ ગંગા ’ શબ્દમાંથી - ગંગાતટ' અથ પ્રાપ્ત કર્યાં છે. એ કઈ • ગંગા' શબ્દને મુખ્ય અ નથી, તેમ એ હવે બાધિત પણ થતા નથી. તેમ છતાં, દલીલ ખાતર માની લઈએ કે એ મુખ્ય અં છે અને બાધિત
-