________________
- ઉદ્યોત ૧-૧૯૪]
ત્રીજા વિકલ૫નું ખંડન [ પછી - ત્રીજા વિકહ૫નું ખંડન
૧૯ જ બહુ બહુ તો એ ધ્વનિના કેઈ ભેદનું ઉપક્ષણ બની શકે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
હવે પછી વનિના જે ભેદેપભેદે બતાવવામાં આવનાર છે, તેમાંના કેઈ એકાદ ભેદનું એ ઉપલક્ષણ બની શકે.
અર્થાત , ધ્વનિના જે અનેક ભેદો અને ઉપભેદ અમે બતાવવાના છીએ, તેમાંના જેમાં લક્ષણે આવતી હોય, તેવા ભેદનું ઉપલક્ષણ લક્ષણ થઈ શકે. જેમ કે અવિવક્ષિતવા ધ્વનિમાં લક્ષણો હોય છે, એટલે એનું ઉપલક્ષણ લક્ષણ થઈ શકે. પણ ત્યાં પણ લક્ષ્યાર્થ મુખ્ય ન હાઈ અને પ્રયજનરૂપ વ્યંગ્યાર્થ તો વ્યંજના મારફતે જ પ્રાપ્ત થતો હેઈ, લક્ષણ એવા વનિનું પણ લક્ષણ તો ન જ બની શકે.
તેમ છતાં, જે તમે એમ કહે કે લક્ષણાથી જ વનિનું લક્ષણ બંધાઈ જાય છે, તે અમારું કહેવું એમ છે, કે એ રીતે તે અભિધાવ્યાપારથી જ તેનાથી ભિન્ન એવા બધા અલંકારોનું પણ લક્ષણ બંધાઈ જાય છે, એમ માનવું પડશે, અને તે દરેક અલંકારનું જુદું લક્ષણ બાંધવું નિરર્થક બની જશે.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છેઃ ધ્વનિવાદીએ સિદ્ધ કર્યું કે લક્ષણ ધ્વનિનું લક્ષણ ન બની શકે, બહુ બહુ તો કોઈ એકાદ પ્રકારના વિનિનું ઉપલક્ષણ બની શકે. એ ઉપરથી લક્ષણાવાદી કહે છે કે અમે ઉપલક્ષણને જ લક્ષણ માની લઈશું. કારણ, ઉપલક્ષણનું કામ જ એક પદાર્થને બીજાથી જુદા પાડવાનું છે. બધા વિનિમાં લક્ષણ ન હોય તેથી શું થઈ ગયું ? અને એ લક્ષણનું તો પૂર્વાચાર્યોએ પૂરેપૂરું નિરૂપણ કરેલું જ છે, પછી તમારે નવેસર ધ્વનિનું નિરૂપણ કરવાની શી જરૂર છે? એના જવાબમાં ધ્વનિવાદી કહે છે કે તમે કહે છે એ વાત સ્વીકારીએ તો તે અલંકારોમાં સર્વત્ર અભિધાન અને અભિધેય એટલે કે શબ્દ અને અર્થ જ હોય છે, અને એ અભિધાવૃત્તિનું પૂરેપૂરું નિરૂપણ વૈયાકરણો અને મીમાંસકોએ કરેલું જ છે. અને બધા અલંકારો અભિધાવૃત્તિ ઉપર જ આધારિત હોય છે, તો પછી જેમણે અલંકારોનું આખું શાસ્ત્ર રચ્યું તે આચાર્યોને શ્રમ ફેગટ જ ગયો, - એમ કહેવું પડે.