________________
ઉદ્યોત બીજે
અવિવક્ષિતવાચના બે ભેદે
(પહેલા ઉદ્યોતમાં), ધ્વનિના (૧) અવિવલિતવાચ્ય અને (૨) વિક્ષિતાન્યપરવાચ્ય એવા બે ભેદે જણાવવામાં આવ્યા હતા. એમાંના અવિક્ષિતવાના પેટાભેદે બતાવવા માટે આ. કારિકામાં કહ્યું છે કે –
અવિવક્ષિતવાચ્ય ધ્વનિનું વાચ્ય એટલે કે તેનો વાચ્યાર્થ બે પ્રકારનું હોય છે : (૧) અર્થાતરસંક્રમિત વાચ્ય અને (૨) અત્યંતતિરસ્કૃતવા.
એ બંને પ્રકારના અર્થો દ્વારા વ્યંગ્યાર્થીની જ વિશેષતા સધાય છે. એને આધાર લક્ષણ
અર્થાતરસંક્રમિત વાચ એટલે જેમાં વાચ્ય અર્થનું બીજ અર્થમાં સંક્રમણ કરાવવામાં આવ્યું છે એ; અને અત્યંતતિરસ્કૃતવાચ એટલે જેમાં વાચ્યાર્થીને અત્યંત તિરસ્કાર કરવામાં આવ્યો છે એટલે કે તેને બિલકુલ ઢાંકી દેવામાં કે છેડી દેવામાં આવ્યો છે એવો. અહીં વાચ્ય અર્થનું બીજા અર્થમાં સંક્રમણ કરાવનાર અને તેના અત્યંત તિરસ્કારમાં અર્થાત તેને ઢાંકી દેવામાં કારણભૂત કોઈ તત્ત્વ માનેલું છે. એ તત્ત્વ છે વ્યંજનાવ્યાપારના સહકારીઓ – લક્ષણું, બેલનારની વિવક્ષા વગેરે. એમાં લક્ષણું