________________
૪૮] ધ્વનિના બે મુખ્ય ભેદ
4
[ ધ્વન્યાલેક
ખીજા પ્રકારનું એટલે કે વિવક્ષિતાન્યપરવાસ્થ્યનું ઉદાહરણ
'
કવણુ પર્વતપે જઈ કયાં સુધી તપ કયું કર્યું તે મુજને કહે; તરુણી, જેથી ચૂગે તવ હાઠ શું અરુણુ ખ'ખતનું ફૂલ પાપટા.
""
[ s તરુણી, આ પાપટના બચ્ચાએ કયા પર્વત પર, કેટલા સમય સુધી, કયું તપ કર્યું હતું કે એ તારા અધર જેવા લાલ ખિ ખળને સ્વાદથી ચૂગવા પામે છે. ]
.
'
અ એવા છે કે આ પોપટનું બચ્ચું તારા અધર જેવા લાલ બિંબ ફળને સ્વાદપૂર્વક ચૂગવા પામ્યા છે, એ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. એણે જરૂર કેાઈ ભારે તપસ્યા કરી હાવી જોઈએ. જગતમાં પંચાગ્નિ સેવન વગેરે જે જાતજાતનાં તપેા જાણીતાં છે તેમાંથી તેા કાઈ એવું નથી, જે આવું ફળ આપી શકે. વળી, તપને માટે શ્રેષ્ઠ ગણાતાં જે શ્રીપતાદિ સ્થાને છે, તેમાં પણ કાઈ આવું ફળ આપી શકે એવું નથી. તેમ દેવાના હાર કલ્પે એ પણ આખરે તેા પરિમિત સમય જ ગણાય. એ ક ંઈ આવુ ફળ ન આપી શકે. એટલે પૂછવું પડે છે કે એણે કયા પર્વત પર જઈ, કેટલા સમય સુધી, કયું તપ કર્યું હતું કે એ આવું અત્યંત દુલ ભ ફળ પામ્યા ? તારા અધર જેવુ લાલ કહ્યું છે, એને પણ અ` એવા છે કે જગતમાં સુદરીએ તેા લાખા છે, તેમાંની કેઈના અધર સાથે ગમે તે બિંબળની સરખામણી ભલે થાય, પણુ, તારા અધર તેા એ બધા કરતાં ચડિયાત છે, અને આ બિબળ તેા એ તારા અધર જેવું છે; એને ચગવા પામવુ એ કંઈ સામાન્ય વાત નથી. ‘પાપનું બચ્ચું' કહ્યું છે તેને અય એવા છે કે એ યૌવનને યેાગ્ય ફળ પામ્યા છે, તેમાં પણ એના એ તપા જ પ્રભાવ છે. આ આખી ચાદ્ભક્તિ નાયકને નાયિકા પ્રત્યેના અભિલાષ—પેાપટના બચ્ચા પેઠે નાયિકાનું અધરપાન કરવાના અભિલાષ વ્યક્ત કરે છે, અને એના હેતુ નાયિકાની રતિને ઉદ્દીપિત કરવાના છે. અહીં નાયકે પેાતાની ચુંબન કરવાની ઇચ્છા સીધેસીધી વ્યક્ત કરી ગ્રામ્યતાના દોષ વંહારી લીધે નથી, અને આ રીતે વ્યંજનાથી પ્રગટ કરી છે, એ એની વિદગ્ધતા બતાવે છે.. પહેલા ભેદના ઉદાહરણમાં ચાર વ્યાપાર—અભિધા, તાપ, લક્ષણા અને વ્યંજના—કામે લાગ્યા હતા, અહીં ત્રણ જ છે. કારણુ, લક્ષણાની જે