________________
૪૬] ફેટવાદ
[ ધ્વન્યાલોક પેટવાદ
બનેલું હોય છે, પદ વર્ણોનું બનેલું હોય છે અને વર્ણ એ મુખથી ઉચારાયેલે અને તરંગપરંપરા મારફતે કાનથી ગ્રહણ કરતો અવાજ અથવા વનિ છે. એ ક્ષણિક છે. સંભળાતાં વેંત એ લોપ પામે છે. તો પ્રશ્ન એ થાય છે કે આપણને પદનો કે વાકયને અર્થ શી રીતે સમજાય છે ? વર્ણ જે ક્ષણિક હેય તો અનેક વર્ષોના બનેલા પદને
ધ શી રીતે થઈ શકે ? કારણ, એ વણે ભેગા તો થઈ શકે નહિ. ત્રણ વર્ણન શબ્દ હોય તો બીજે વર્ણ સંભળાય ત્યારે પહેલે અને ત્રીજો અને ત્રીજો વર્ણ સંભળાય ત્યારે પહેલે અને બીજે વર્ણ તો હાય નહિ, પછી આખું પદ બને શી રીતે અને અર્થને બોધ કરાવે શી રીતે ? આનો ખુલાસો વૈયાકરણો એ રીતે કરે છે કે પ્રત્યેક વર્ણ, પદ કે વાક્યને એક સ્ફોટ હોય છે. અને વર્ણ ક્ષણિક હોવા છતાં સ્ફોટ નિત્ય હોય છે. વર્ણ સંભળાતાં વેંત લેપ પામે છે, એ ખરું, પણ તે ચિત્તમાં સંસ્કાર મૂકતો જાય છે. કલ્પના એવી છે કે જેમ જેમ વણે સંભળાતા જાય છે તેમ તેમ આ સ્ફોટ થોડો થોડો વ્યક્ત થતો જાય છે અને જ્યારે છેલ્લે વર્ણ સંભળાય છે ત્યારે તે પહેલાંના વર્ષોના સંસ્કાર સાથે મળીને રફેટને પૂરેપૂરો વ્યક્ત કરે છે. એ સ્ફોટ એ જ અર્થ. જેવું પદનું તેવું જ વાક્યનું. એક પછી એક સંભળાતાં પદે વાક્યના ફેટને થેંડો થોડો વ્યક્ત કરતાં જાય છે અને છેલ્લું પદ સંભળાતાં તે પહેલાંનાં પદોના સંસ્કાર સાથે મળીને વાકયના સ્ફોટને કહેતાં અર્થને પૂરેપૂરો વ્યક્ત કરે છે. ફેટની વ્યાખ્યા એવી છે કે વર્ણથી અભિવ્યક્ત થતો પણ વર્ણથી જુદે જ, અર્થની પ્રતીતિ કરાવનાર, અખંડ. નિરવયવ શબ્દ. એનો અર્થ એ થયો કે સ્ફોટ એ વ્યંગ્ય છે અને વર્ણ એને વ્યંજક છે. વર્ણને વૈયાકરણે ધનિ કહે છે, એટલે તેને અનુસરીને વનિવાદીઓએ વ્યંજક શબ્દો અને વ્યંજક અર્થને ધ્વનિ એવું નામ આપ્યું છે. જે ધ્વનિત કરે તે ધ્વનિ. પછી જે ધ્વનિત થાય તેને એટલે કે વ્યંગ્યાર્થીને પણ ધ્વનિ નામ આપ્યું. અને એથી આગળ વધીને જે વ્યાપાર દ્વારા એ અર્થ વનિત થાય તેને એટલે કે વ્યંજના વ્યાપારને પણ વનિ નામ આપ્યું, અને અંતે જતાં જેમાં વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ અને વ્યંજના વ્યાપાર હેાય એવા કાવ્યને પણ એ જ નામ આપ્યું. આમ, કાવ્યશાસ્ત્રમાં વનિ સંજ્ઞા ૧. વ્યંજક શબ્દ, ૨. વ્યંજક અર્થ, ૩. વ્યંગ્યાર્થ, ૪. વ્યંજના વ્યાપાર અને પ. બંગાર્થ, પ્રધાન કાવ્ય, એમ પાંચ અર્થમાં વપરાય છે. એટલે આસપાસના સંબંધ ઉપરથી જ્યાં જે અર્થ બંધબેસતો થતો હોય તે લે.