________________
હવત -૧૩ ]
વનિસિઘાતનું મૂળ વ્યાકરણ ૪પ. પણ વનિ તે હોય છે. એનાં ઉદાહરણ આ પહેલાં જ “ સાસુ અહી ઘટે છે” અને “કોને રોષ ચડે ના” વગેરે અમે આપી ગયા છીએ.
અહીં એક વાતની યાદ આપવાની જરૂર છે કે અભાવવાદીઓમાંના ત્રીજા વિક૯૫વાદીઓએ જે એમ કહ્યું હતું કે જે ધ્વનિ સાત્વનો હેતુ હોય તો પૂર્વાચાર્યોએ ગણવેલા કોઈ અલંકારાદિમાં એ સમાઈ જ જોઈએ. તમે એવા કઈ અલંકારને જ ધ્વનિ નામ આપી તેને કાવ્યને આત્મા ઠરાવી દઈ ધ્વનિ વનિ કહીને નાચે છે, તે શોભતું નથી. તેના જવાબમાં આ લાંબી ચર્ચા દરમ્યાન જણાવ્યું કે અલંકારમાં ધ્વનિનો સમાવેશ થઈ શકે એમ નથી. તેરમી કારિકામાં જે એમ કહ્યું છે કે જેમાં અર્થ પિતાને અને શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છેતે કાવ્યને વિદ્વાને ધ્વનિ કહે છે તેને હવાલો આપીને હવે આગળ કહે છે – ધ્વનિસિદ્ધાંતનું મૂળ વ્યાકરણ
વિદ્વાને ધ્વનિ કહે છે” એ શબ્દોથી સ્પષ્ટ થાય છે કે ધ્વનિ એવું નામ વિદ્વાનોએ આપેલું છે. ગમે તેમ પ્રચલિત થઈ ગયેલું નથી. વિદ્વાનેમાં પ્રથમ વૈયાકરણ છે. કારણ, વ્યાકરણ બધી વિદ્યાનું મૂળ છે. વૈયાકરણે કાને સંભળાતા વર્ગોને ધ્વનિ. કહે છે. એ જ રીતે, તેમના મતને અનુસરનારા કાવ્યતવાર્થદશીઓએ વ્યંજકતાનું તત્ત્વ સમાન હવાથી શબ્દને, અર્થને, વ્યંગ્યાથને, અવનનની શક્તિને તેમ જ કાવ્યને પણ ઇવનિ એવું નામ આપ્યું છે. એવા એ મહાવિષય દેવનિનું હવે પછી. કહેવાનારા એના ભેદે અને ઉપભેદે સહિતનું નિરૂપણ કંઈ કઈ અપ્રસિદ્ધ અલંકારવિશેષમાત્રના નિરૂપણ જેવું નથી. એટલે એનાથી ભાવિત ચિત્તવાળા માણસ ઉત્સાહ ધરાવે એ ગ્ય જ છે. ઈર્ષાપૂર્વક તેમને કોઈ ચસકેલ મગજના ઠરાવવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આમ, વિનિના અભાવવાદીઓને જવાબ આપે.
આમાં વૈયકિરણોને અનુસરીને કાવ્યતત્ત્વાર્થદર્શીઓએ વનિ નામ આપ્યું છે, એ વિધાન જરા વિગતે સમજી લેવાની જરૂર છે.