________________
૪ ] ચર્ચાને સમારેપ
[ ધ્વન્યાલક અલંકારે, ગુણો અને વૃત્તિઓ એનાં અંગ છે, એવું હવે પછી પ્રતિપાદન કરવામાં આવશે. જુદો અવયવ અવયવી કહેવાતે હોય એવું સાંભળ્યું નથી. અને જુદો ન હોય ત્યારે તે તે અંગ જ હોય છે. અંગ અને અંગી કંઈ એક નથી. જ્યાં બંને એકરૂપ હોય (એટલે કે અલંકાર જ વનિરૂપ હોય) ત્યાં પણ વિનિનું ક્ષેત્ર વિશાળ હોઈ તે (ધ્વનિ) તે (અલંકાર)માં જ સમાઈ જ નથી.
આને વિગતે સમજાવતાં લોચનકાર કહે છે કે અલંકારાદિને આધાર વાચ-વાચક-ભાવ છે, જ્યારે અવનિનો આધાર વ્યંગ્ય-વ્યંજક-ભાવ છે,
એટલે એ બે એક હોઈ જ ન શકે. બીજુ કારણ એ છે કે ધ્વનિ તો વિશેષ પ્રકારના સમગ્ર કાવ્યને જ કહેવામાં આવે છે. ધ્વનિ અંગી છે અને અલંકારાદિ એનાં અંગે છે, અને વનિ જ મુખ્ય હોઈ સ્વામી સ્થાને છે. જેમાં સ્વામીનો સમાવેશ કરવર્ગમાં નથી થઈ શકતો, તેમ વનિને સમાવેશ અલકારાદિમાં નથી થઈ શકતો. જેમ અંગી (આખા શરીર)ને સમાવેશ કઈ એક અંગમાં નથી થઈ શકતે, તેમ વિનિનો સમાવેશ અલંકારાદિમાં નથી થઈ શકતો. અંગ અને અંગીને અથવા અવયવ અને અવયવીને એક માનવાં હોય તો તે બે રીતે થઈ શકે. કાં તો પ્રત્યેક અવયવ એ અવયવી છે એમ કહેવું, અથવા બધા અવયવોને સમુદાય એ અવયવી છે એમ કહેવું. પ્રત્યેક અવયવ અવયવી છે એમ તો કહી શકાય જ નહિ. અને જે બધા અવયવોને સમુદાય એ અવવી છે, એમ કહે તે એમાં તે પ્રતીયમાન અર્થ પણ આવી ગયો. અને એ જ્યારે પ્રધાન હોય છે, ત્યારે એનો સમાવેશ અલંકારાદિમાં થતો નથી, એ પહેલાં જોઈ ગયા છીએ. વળી, પ્રતીયમાન જે અપ્રધાન હોય તો એ ધ્વનિ કહેવાશે જ નહિ.
પ્રતિપક્ષી કદાચ એમ કહે કે તમે કોઈ એકાદ અલંકારને જ પ્રધાન બનાવી દઈ તેને જ વનિ અને આત્મા કહ્યો હશે, એવું કલ્પીને કહ્યું છે કે જ્યાં અલંકાર વિનિરૂપ હોય છે, જેમ કે સમાસક્તિ વગેરેમાં હેય છે, તે ત્યાં તેને સમાવેશ અલંકાર ધ્વનિમાં થાય છે, પણ તેને અર્થ એવો નથી કે એ એક અલંકારમાં જ સમગ્ર વનિ સમાઈ જાય છે. કારણ, અમે એ પણ બતાવ્યું છે કે જ્યાં અલંકાર ધ્વનિ નથી હોતો ત્યાં