________________
૪૨ ] વ્યાજસ્તુતિમાં વનિના અંતભવને નિષેધ [ ધ્વન્યાલો તો એ અલંકાર રહી શકતો નથી, કારણ, એને સમાવેશ વનિમાં થઈ જાય છે. ચર્ચાને સમારે ૫
આખી ચર્ચાને સમારો૫ કરતાં હવે ત્રણ લોકોમાં કહે છે –
જ્યાં વ્યંગ્યાથે અપ્રધાન હોય, અને વાચ્યાર્થીનું જ અનુસરણ કરતે હોય, ત્યાં સ્પષ્ટપણે સમાસક્તિ વગેરે અલંકાર છે, એમ માનવું.
જ્યાં વ્યંગ્યાર્થીને આભાસમાત્ર હોય, અથવા તે વ્યાભ્યાર્થને અનુગામી હોય, તો ત્યાં વ્યગ્યાર્થીનું પ્રાધાન્ય ન હોવાથી ધ્વનિ ન કહેવાય.
જ્યાં શબ્દ અને અર્થ બંને દવનિપરક હોય, વ્યંગ્યાર્થ જ પ્રધાન હોય, અને કઈ પણ અલંકારના અનુપ્રવેશની સંભાવના ન હોય ત્યાં દેવનિનું ક્ષેત્ર માનવું.
આમાંના પહેલા શ્લોકમાં “સમાસક્તિ વગેરે' શબ્દ આવે છે, તેને લાભ લઈને લોચનકાર વ્યાજસ્તુતિ અને ભાવ નામના બીજા બે અલંકારોની ચર્ચા કરે છે, તે પણ આપણે જોઈ લઈએ. વ્યાજસ્તુતિમાં વિનિના અંતર્ભાવનો નિષેધ
વ્યાજસ્તુતિમાં કાં તો નિંદા મિષે સ્તુતિ કરી હોય છે અથવા સ્તુતિ ભિષે નિંદા કરી હોય છે. અહીં નિંદા મિષે સ્તુતિ કર્યાને દાખલ લીધે છે:
પારકા ઘરની વાતમાં મારે શું કામ માથું મારવું જોઈએ ? પણ મારાથી મૂંગા રહેવાતું નથી. અમે દક્ષિણના લોકો સ્વભાવથી જ ભડભડિયા રહ્યા. હે રાજન, દુઃખની વાત છે કે તમારી વહાલી કીર્તિ ઘેરઘેર, ચારેચૌટે ને પીઠાંઓમાં ગાંડાની જેમ ભટકતી ફરે છે.”
અહીં નિંદા મિષે સ્તુતિ કરેલી છે. તેમ છતાં પ્રશંસાવાચક વ્યંગ્યાર્થ કરતાં નિંદાવાચક વ્યાયાથે જ વધુ ચમત્કારક છે.