________________
- ઘાત -૧૩ ] અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અતર્ભાવને નિષેધ [ ૪૧
આ શ્લોકમાં કોઈ અતિ વિદ્વાન અને ગુણવાન પુરુષ સામાન્ય લોક વચ્ચે પિતાના પાંડિત્ય વગેરે ગુણે છુપાવીને રહેતો હોય છે અને લેકે તેની મૂર્ખ (જડ) કહીને અવજ્ઞા કરતા હોય છે, તેની પ્રતીતિ અહીં વ્યંગ્યથી થાય છે અને તે જ પ્રસ્તુત છે. વાચ્યાર્થ કરતા આ વ્યંગ્યાર્થ જ અહીં પ્રધાન છે એટલે એને સમાવેશ કવનિમાં થઈ શકે, અને તો એને અપ્રસ્તુત પ્રશંસા નહિ પણ વસ્તુધ્વનિ કહેવો જોઈએ.
આ બધી ચર્ચાને સાર વૃત્તિમાં આ રીતે રજૂ થયો છે –
અપ્રસ્તુતપ્રશંસામાં પણ જ્યારે સામાન્ય-વિશેષ-ભાવથી અથવા કારણ-કાર્ય-ભાવથી વાચ્ય અપ્રસ્તુત, પ્રતીયમાન પ્રસ્તુત સાથે જોડાયેલું હોય છે, ત્યારે વાચ્યાં અને વ્યંગ્યનું પ્રાધાન્ય સરખું જ હોય છે, જ્યારે વાચ્ય અપ્રસ્તુત સામાન્ય, વ્યંગ્ય પ્રસ્તુત વિશેષ સાથે સંબંધ હોય છે, ત્યારે પ્રધાનપણે વિશેષની પ્રતીતિ થતી હોય છે, તેમ છતાં, તેને સામાન્ય સાથે અવિનાભાવ સંબંધ હોવાને લીધે સામાન્યનું પણ પ્રાધાન્ય હોય છે. જ્યાં વિશેષ સામાન્યનિષ્ઠ હોય છે, એટલે કે જ્યારે વાચ્ય અપ્રસ્તુત વિશેષથી વ્યંગ્ય પ્રસ્તુત સામાન્યને બોધ થતું હોય છે, ત્યાં જોકે સામાન્ય પ્રધાન હોય છે, તેમ છતાં, સામાન્યમાં બધા વિશેષોને સમાવેશ થઈ જતો હોઈ, વિશેષનું પણ પ્રાધાન્ય હોય છે. કારણ-કાર્ય-ભાવ-મૂલક અપ્રસ્તુતપ્રશંસાને પણ આ જ વાત લાગુ પડે છે.
જ્યારે અપ્રસ્તુતપ્રશંસામાં અપ્રસ્તુત અને પ્રસ્તુતને સંબંધ સાદેશ્યમાત્રમૂલક હોય છે ત્યારે પણ વાચ્ય અપ્રસ્તુત સાદશ્ય ધરાવતા પદાર્થનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોય તે તેને સમાવેશ ધ્વનિમાં જ થાય છે. એમ નહિ હોય, એટલે કે એ અપ્રસ્તુત જે પ્રધાનપણે વિવક્ષિત હેય, તે જ એ કઈ અલંકારવિશેષ ગણાશે.
આ છેલ્લા વાક્યને અર્થ એવો છે કે જ્યારે વ્યંગ્યાર્થ ગૌણ હોય છે, - ત્યારે જ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર હોય છે. જે વ્યંગ્યાર્થ પ્રધાન હોય છે