________________
૪૦ ] અપ્રસ્તુતપ્રસામાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ધ્વન્યાલક
અહીં જામ્બવાન સફળ મંત્રી માટે આવશ્યક એવા વૃદ્ધસેવા, દીર્ધ જીવન, વ્યવહારકુશળતા, વગેરે ગુણો પોતામાં છે, એમ સૂચવવા માટે તેના પરિણામરૂપ “સમુદ્રમંથન પહેલાંના સમયનું મને સ્મરણ છે એવું કહે છે. પોતામાં મંત્રીપદચિત ગુણો હવા એ કારણ છે, અને તેને પરિણામે પોતે આટલા દીર્ધકાળ સુધી મંત્રિત્વ કરી શકો એ કાર્ય છે. આમ, અહીં કારણની પ્રતીતિ કરાવવા માટે કાર્યનું કથન કર્યું છે અને એ કારણની પ્રતીતિથી પુષ્ટ થાય છે; આમ, એમાં પણ વાચ અને વ્યંગ્યની સરખી જ પ્રધાનતાં હોઈ એમાં વનિનો સમાવેશ થઈ શકે એમ નથી.
અપ્રસ્તુતપ્રશંસાના સામાન્ય વિશેષભાવ ઉપર આધારિત છે, અને કાર્ય-કારણ-ભાવ ઉપર આધારિત છે, એમ ચાર ભેદમાં ધ્વનિનો સમાવેશ થઈ શકે એમ નથી, એ બતાવ્યા પછી એના સાદશ્ય આધારિત પાંચમા ભેદની ચર્ચા શરૂ કરે છે. એના પણ બે પેટાદ છેઃ (૧) જેમાં વાચ અપ્રસ્તુત ચમત્કારક હોય પણ વ્યંગ્ય ગૌણ હોય. જેમ કે –
“જેણે તને પ્રાણ સમર્પિત કર્યા, જેણે તને બળપૂર્વક ઉઠાડવો, જેના ખભા ઉપર તું લાંબા સમય સુધી રહ્યો, જેણે તારી પૂજા પણ કરી, એવા આ માણસના પ્રાણ સ્મિત માત્રથી હરી લેનાર હે ભાઈ વેતાલ, તું ઉપકારને બદલે વાળનારાઓમાં અગ્રસ્થાને વિરાજે છે.”
આ શ્લોકમાં કોઈ કૃતન માણસ પ્રત્યે ઉપાલંભ જ પ્રસ્તુત છે, અને તે વ્યંજનાથી સમજાય છે, તેમ છતાં, અહીં અપ્રસ્તુત વેતાલની વાત જ ચમત્કારક છે. આમ, અહીં વ્યંગ્ય કરતાં વાનું જ પ્રાધાન્ય હેઈ સાદસ્યમૂલક અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે, વનિ નથી.
બીજો પ્રકાર એવો છે, જેમાં અત્યંત અસંભવિત વિશેષણો દ્વારા અપ્રસ્તુત અચેતનાદિનું વર્ણન કરવામાં આવ્યું હોય છે અને તે દ્વારા વ્યંજનાથી પ્રસ્તુત ચેતનની પ્રતીતિ થતી હોય છે. જેમ કે –
“હે ભાવ એટલે કે પદાર્થ સમૂહ (સમગ્ર વિશ્વસૌદર્યના ભંડાર આ પ્રાકૃતિક જગતના ચંદ્રમા વગેરે પદાર્થો), તું વિવિધ પ્રકારે તારા આંતરિક રહસ્યને છુપાવે છે. અને લોકોનાં હૃદયને હઠપૂર્વક આકર્થી તેમને નચાવતા પીડા કરે છે. એ લોકે તને જડ માની લઈને ગર્વથી ફેલાય છે. એમને જે જડ કહીએ તો એથી તારી સાથે એમનું સામ્ય સમજાય અને તે તે એમને માટે પ્રશસ્તિરૂપ થઈ પડે.”