________________
૩૮ ] અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ
[ ધ્વન્યાલાક
“ કેવળ પ્રસિદ્ધિને આધારે ચાલનારા દુષ્ટોને ગુણા પ્રત્યે અનુરાગ નથી હતા. ચંદ્રકાંતમણિ ચદ્રને જોઈ ને તે પીગળી જાય છે, પણ પ્રિયાનું મુખ જોઈ તે નથી પીગળતેા.”
આ શ્લેાકમાં ખીજાને મેઢે કશાકની પ્રશંસા સાંભળી જે તેની પ્રશંસા કરે છે, તે સાચેસાચ ગુણુને ઓળખતા હોતા નથી કે તેની કદર પણુ કરતા નથી હાતા—એવા એક સામાન્ય કથનનું, ચંદ્રકાંતાણ ચંદ્રની પ્રશંસા સાંભળી તેને જોઈ ને પાણી પાણી થઈ જાય છે, પણ પ્રિયાનું મુખ (ચંદ્ર કરતાં પણ વધુ સુદર હોવા છતાં તેને ) જોઈ ને પીંગળતેા નથી, એવા વિશેષ કથન દ્વારા સમન કરેલું છે, એટલે અહી અર્થા તરન્યાસ નામનેા અલંકાર વાચ્ય છે; અને તે ઉપરાંત, અહીં કરતાં વધુ સુંદર છે' એવા વ્યતિરેક અલંકારની અથવા મુખ નથી પશુ ચંદ્ર છે' એવા અપતિ અલંકારની પણ પ્રતીતિ થાય છે.
પ્રિયાનું મુખ ચંદ્ર
.
પ્રિયાનું મુખ વ્યંજનાથી
C
સકરાલંકારના આ દૃષ્ટાંત જેવા દાખલામાં વ્યંગ્યનું પ્રાધાન્ય છે, એવા આગ્રહ રાખા, તા એનું પરિણામ એ આવશે કે એને સમાવેશ અલંકાર્ધ્વનિમાં થશે, પણ એ જ ધ્વનિ છે, એટલે કે સમગ્ર ધ્વનિ એમાં સમાઈ જાય છે, એમ નહિ કહી શકે. કારણ, ધ્વનિનું ક્ષેત્ર અનેકગણું વિશાળ છે, અને તે અમે પર્યાયાક્તની ચર્ચા વખતે બતાવેલું છે.
આ ચર્ચાની શરૂઆતમાં વ્યંજનામૂલક અલંકારામાં વિનને સમાવેશ કરવા જોઈએ એમ કહેલું છે, અને ત્યાં ઉપર ચર્ચેલા સાત અલંકારાનાં નામ દીધેલાં છે, અને પછી ‘ વગેરે' એમ કહેલુ' છે. એ ‘ વગેરે ’ની સમજૂતી આપવા હવે અહીં અપ્રસ્તુતપ્રશ'સા અલકારની ચર્ચા લેાચનકાર ઉપાડે છે.
અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અ‘તાવના નિષેધ
અપ્રસ્તુતના કથન દ્વારા પ્રસ્તુતના ખેાધ કરાવવામાં આવે, તેને અપ્રસ્તુતપ્રશંસા કહે છે. અપ્રસ્તુત દ્વારા પ્રસ્તુતના ખેાધ કરાવવેા હોય તેા એ એ વચ્ચે કાઈ ને કાઈ પ્રકારના સંબધ તા હાવા જ જોઈએ. અહી ત્રણ પ્રકારના સંબંધને આધારે આ અલંકારના પ્રકાર પાડેલા છે : (૧) સામાન્યવિશેષભાવ, (૨) કાર્ય-કારણભાવ, અને (૩) સાદૃશ્ય. એમાં પહેલા ખતેના પાછા બબ્બે પેટાવિભાગ પાડેલા છેઃ (૧) જેમાં અપ્રસ્તુત સામાન્યથી પ્રસ્તુત વિશેષ વ્યંજિત થતું હાય, (૨) જેમાં અપ્રસ્તુત વિશેષથી પ્રસ્તુત