________________
ઉદ્યોત ૧-૧૩ ]
સ’કરાલ કારમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ૩૭
“ એ વિશાલાક્ષીએ તેાફાની પવનથી હાલતાં નીલ કમલ જેવી અધીર દૃષ્ટિ મૃગલીએ પાસેથી લીધી છે કે મૃગલીએએ એની પાસેથી લીધી છે? ''
આ શ્લાકમાં સંદેહાલ કાર વાચ્ય છે, અને પાતીની દૃષ્ટિ હરણીની દૃષ્ટિ જેવી ચંચલ છે, એવેા ઉપમા અલંકાર વ્યંગ્ય છે. પણ એ સ ંદેહાલંકારને જ પુષ્ટ કરે છે. આથી સ ંદેહાલ કાર્ અનુગાહ્ય અથવા અંગી અને ઉપમાલ કાર અનુગ્રાહક અથવા અંગ છે, તેથી આ ચેાથા પ્રકારના સંકરાલંકાર થયે।. પહેલા અને ચેાથા પ્રકારના સ`કરાલ કારમાં બ્ય ગ્યની સંભાવના છે, પણ તેનું પ્રાધાન્ય ન હાવાથી ત્યાં ધ્વનિ હેાવાના સંભવ જ નથી. એટલા માટે વૃત્તિમાં કહ્યું છે કે
-
સ‘કરાલ કારમાં જ્યાં એક અલકાર બીજા અલંકારના સૌંદર્યને પુષ્ટ કરતા હાય છે, ત્યાં (એટલે કે અંગાંગિભાવવાળા ચેાથા પ્રકારમાં) વ્યંગ્યનું પ્રાધાન્ય વિવક્ષિત ન હેાવાથી તે ધ્વનિના વિષય બની શકતા નથી. (સદેહસ’કરરૂપ પહેલા પ્રકારમાં) એ અલકારાની સભાવના હાવાને લીધે તા વાચ્ય અને વ્યંગ્ય અનેની પ્રધાનતા સરખી ગણાય. (એટલે ત્યાં પશુ ધ્વનિ સ`ભવતા નથી.) અને જો (અ'ગાંગિભાવવાળા સંકરાલંકાર હોય અને ) ત્યાં વ્યંગ્ય વાચ્યથી ગૌણુ હોય તે તે પણુ ધ્વનિના ( અલંકારધ્વનિના) વિષય બની શકે, પણ એ જ ધ્વનિ છે, એમ કહી ન શકાય. કારણ, ધ્વનિમાં તે એ ઉપરાંત બીજી ઘણી ખાખાના સમાવેશ થતા હેાય છે. પર્યાય ક્તની ચર્ચામાં જે કહ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે. વળી, એ વાત પણ ખરી કે સરાલંકારના બધા જ પ્રકારામાં નામમાં જ સંકર’ શબ્દ આવે છે, એ જ ધ્વનિની સંભાવનાનું નિરાકરણ કરી દે છે, એટલે કે ત્યાં ધ્વનિ સંભવતા નથી, એમ જણાવી દે છે.
<
કારણ, કાઈ એક અલંકાર પ્રધાન હોય તેા પછી સંકર નામ જ ન આપી શકાય. સંકર કહ્યો એને અર્થ જ એ કે કોઈ એક અલંકાર એમાં પ્રધાન નથી. અને પ્રધાન ન હેાય તા નિ શી રીતે સંભવે ?
તેમ છતાં,